ખબરદાર: મોરબી જીલ્લામાં જાહેરમાં થૂંકનાર પર થશે રૂ. ૫૦૦ નો દંડ

મોરબી : હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના સંક્રમણથી પ્રભાવિત થયેલ છે, તેમજ ભારતના તમામ રાજ્યો પણ આ રોગથી પ્રભાવિત થયેલ છે, આ રોગના અટકાયતી પગલાના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) દ્વ્રારા “ધૂમ્રપાન રહિત તમાકુનું સેવન ન કરવા અને જાહેરમાં ન થૂંકવા” અંગે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. કારણ કે, ધૂમ્રપાન રહિત તમાકુનું સેવન કરી જાહેરમાં થૂંકવાથી કોવિડ-૧૯ નો ફેલાવો થાય છે.

ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ(કોવિડ-૧૯) ના રોગચાળાને અટકાવવા જાહેરમાં થૂંકવાં પર પ્રતિબંધ હોય જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જાહેરમાં થૂકવું નહીં તથા છીંક /ઉધરસ ખાતી વખતે મોં આડે રૂમાલ રાખવો તેમજ હાથ મિલાવવા નહીં, જો કોઈ જાહેરમાં થૂંકતા પકડાશે તો તેને રૂ.૫૦૦ નો દંડ થઈ શકે છે. તેમ મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધીકારીની યાદીમાં જણાવાયુ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 128
  •  
  •  
  •  
  •  
  •  
    128
    Shares