Placeholder canvas

વાંકાનેર: જવાહર નવોદય સ્કુલના કોન્ટ્રાકટ અને મજુર વચ્ચે માથાકુટ: મજુરે ફીનાઇલ પીધું

વાંકાનેર : વાંકાનેરના કોઠારીયા ગામ પાસે નવી બંધાતી જવાહર નવોદય વિદ્યાલયના બાંધકામમા હિસાબ મામલે માથાકૂટ કરીને મજૂરોએ કોન્ટ્રાકટરને ધાક-ધમકી આપી મજુરે ફીનાઇલ પીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે કોન્ટ્રાકટરે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટની વાણીયાવાડી શેરી નં-૩/૧૦ કોર્નર સર્મપણ હોસ્પીટલની સામે રહેતા અને બાધકામનો ધંધો કરતા આશીષભાઇ જીવણભાઇ ટાંકએ આરોપીઓ દીપકભાઇ રાણાભાઇ સોદરવા (રહે. પારડી વેલનાથ સોસાયટી, તા. લોધીકા, જી. રાજકોટ), ભરતભાઇ કાનાભાઇ ભરવાડ (રહે. સાપર, તા. કોટડા સાંગાણી), જગદીશભાઇ ખોડાભાઇ ભરવાડ (રહે. રાજકોટ સાધુ વાસવાણી રોડ, કૈલાસ પાર્ક), રાજુભાઇ પંજાભાઇ બોરીચા (રહે. સાપર વેરાવળ, બુધ્ધનગર), માધાભાઇ તેમજ તેઓની સાથેના અન્ય ત્રણ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીએ કોઠારીયા ગામ પાસે નવી બંધાતી જવાહર નવોદય વિધાલયના બાંધ કામમા પેટા કોન્ટ્રાકટથી કામ રાખેલ હોય. જે પૈકીનુ અમુક કામ આરોપીને પુરૂ કરવા આપેલ હતું.

આ દરમ્યાન તેઓએ કામપુરૂ કર્યા વગર ઉપાડ લઇ જતા રહેલ હોય અને આજે અન્ય આરોપીઓ સાથે મળી ફરીયાદીની બાધકામવાળી સાઇટ પર આવી મારો હીસાબ કરી દયો તેમ કહેતા હીસાબ કરતા તે અંગે નારાજ થઇ મારે તમારી પાસેથી વધુ રૂપીયા લેવાના થાય છે. તેમ કહી તમામ આરોપીઓએ ગાળો બોલી ઝધડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ બધાને એટ્રોસીટીના ગુન્હામા ફીટ કરી દેવા છે અને તમારુ કામ તમો કેમ પુરુ કરો છો તેમ કહી કામમા અવરોધ ઉભો કરી એક આરોપીએ પોતાની સાથે લાવેલ ફીનાઇલ જેવુ કોઇ પ્રવાહી પી લીધું હતું. આ બનાવ અંગે કોન્ટ્રાકટરે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો