Placeholder canvas

રાજકુમાર કોલેજને મળ્યો રોટરી ઇન્ટરનેશનલનો પ્રતિષ્ઠિત ગ્લોબલ ઇન્ટરેકટ વિડિયો એવોર્ડસ

રાજકોટ: રાજકુમાર કોલેજને તેની સર્વોતમ સમાજ સેવાનાં કાર્ય બદલ વિશ્ર્વભરમાં પ્રસિધ્ધ રોટરી ઇન્ટરનેશનલનો ગ્લોબલ ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ મેળવી રાજકુમાર કોલેજે તેની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ સ્પર્ધામાં વિશ્વભરમાંથી 200 સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાંથી રાજકોટની રાજકુમાર કોલેજે સમાજ સેવાનાં કાર્ય માટે રજુ થયેલા વિડિયોને પસંદ કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

તાજેતરમાં સમાજ સેવા જેવા લોકસ્પર્શી વિષય પર અગિયારમાં વૈશ્વીક ઇન્ટરેકટ વિડિયો એવોર્ડસ ર019નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજકુમાર કોલેજ સહિત વિશ્વભરમાંથી 200 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. રાજકુમાર કોલેજ દ્વારા વાંકાનેર નજીક આવેલા ખખાણા ગામને દતક લઇ ગામ અને ગામ આસપાસના વિસ્તારોમાં ઉડીને આંખે વળગે તેનાં અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

કોલેજનાં વિધાર્થીઓ દ્વારા આ વિકાસ કાર્યો વિશે માત્ર ત્રણ મીનીટની શોર્ટ વિડીયો ફિલ્મ તૈયાર કરી હતી. સામાજી અને સેવાકીય કાર્યોને પ્રદર્શિત કરવા સાથે સામાજીક અને શૈક્ષણિક સુવીધાઓ દ્વારા નવી પેઢીના નિર્માણ અને ગામ તથા સમાજના સશકિતકરણ માટે રાજકુમાર કોલેજે નિભાવેલા સામાજીક ઉતરદાયિત્વને આ શોર્ટ વિડિયો ફિલ્મમાં બખુબી રજુ કરવામાં આવ્યા હતા. સાથોસાથ રાજકુમાર કોલેજ દ્વારા આયોજીત સર્વિસ પ્રોજેકટ દર્શાવવામાં આવ્યા હતા.

રાજકુમાર કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવેલી સેવા પ્રવૃતિને લગતી આ શોર્ટ વિડીયો ફિલ્મને રોટરી ઇન્ટરનેશનલ યુ.એસ.એ. દ્વારા કરી રાજકુમાર કોલેજને એક બજાર યુ.એસ. ડોલર (આશરે કુમાર રૂપિયા 73000 હજાર) અને રોટરી ઇન્ટરનેશનલ ર0ર0-ર1 ના પ્રમુખ હોલ્ગર કેનાક તરફથી પ્રશંસાપાત્ર આપી સન્માનિત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો