Placeholder canvas

અમદાવાદના પત્રકાર ઉપર રાજદ્રોહના કેસના વિરોધમાં વાંકાનેરના પ્રેસ કલબે આવેદન આપ્યું

આજરોજ મોરબી જીલ્લાનું વાંકાનેર તાલુકામાં અમદાવાદના ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ સામે રાજદ્રોહ નો ગુનો નોંધવામાં આવેલ છે એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

અમદાવાદના એક સામાન્ય ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ ને કોઈપણ જાતના વાંક ગુના વગર રાજદ્રોહ ના ગુનામાં ફિટ કરી દેવામાં આવેલ છે પત્રકારનો વાંક માત્ર એટલો જ હતો કે તેમણે તેમના સમાચાર પોર્ટલમાં વિજયભાઈ રૂપાણીના સત્તા પરિવર્તન બાબતે કેટલાક સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા સરકારશ્રી નું આવું કૃત્ય પત્રકારોને ડરાવવા અને ધમકાવવા અને ભવિષ્યમાં સરકાર વિરુદ્ધ કોઈ પણ ન લખે તેવા બદ ઈરાદા થી સરકાર શ્રી દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ છે ઉપરાંત રાજદ્રોહનો ગુનો ખૂબ જ ગંભીર છે અને નિર્દોષ અને તટસ્થ મીડિયાકર્મીઓ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરી સાવેધનિક અધિકાર એવા વાણી સ્વતંત્રતા નો અધિકાર છીનવાનો નો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવા સમયે તાત્કાલિક સરકાર શ્રી દ્વારા આ ફરિયાદ સમરી ફાઈલે કરી અને ખોટી ફરિયાદ દાખલ કરનાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું પ્રાંત અધિકારીશ્રીને આવેદન આપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો