પોસ્ટનું નોકરી કૌભાંડ : નકલી ઓર્ડર કબ્જે કરવા જૂનાગઢમાં તપાસ

નોકરીની લાલચ આપી અનેકને શીશામાં ઉતારનાર જૂનાગઢનો ચિટિંગ માસ્ટર એવો પોસ્ટ માસ્ટર રાજકોટથી ઝડપાયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે તપાસ માટે જૂનાગઢ જશે, અને દીપક ભટ્ટે આચરેલા કૌભાંડના પન્ના ખોલશે. પોલીસ મેંદરડા અને દાત્રાણા ડાક ઓફિસે તપાસ કરશે તેવી વિગત પણ મળી છે. બોગસ નોકરી ઓર્ડર બનાવવા ઉપયોગ લેવાયેલુ પ્રિન્ટર, દસ્તાવેજો કબ્જે કરાશે અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ મળી હતું કે, રાજકોટમાં મવડી-પાળ રોડ પરના શિવમ પાર્કમાં ક્રિસ્ટલ રેસીડેન્સીમાં રહેતા પુજાબેન કિરણભાઈ ભાલોડિયા નામના પટેલ મહિલા તથા તેના પરિવારજનોને પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવી દેવાના બહાને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર જીવનધારા – ર માં રહેતા અને દાત્રાણા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા દિપક મુગટ ભટ્ટ નામના વિપ્ર પ્રોઢે રૂ.19 લાખની રોકડ પડાવી લીધી છે.

ડીસીબી પોલીસ મથકે પુજાબેન ભાલોડિયાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમબ્રાંચના પીઆઈ વી.કે.ગઢવી તથા પોસઈ.પી.એમ.ધાખડાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયુભા પરમાર, એએસઆઈ વિજયસિંહ ઝાલા, જમાદાર પ્રતાપસિંહ ઝાલા, જમાદાર જે.પી.મેવાડા સહિતના સ્ટાફે બાતમીના આધારે બોગસ ઓર્ડર આપવા ભાડાની કાર લઈને નીકળેલા વિપ્ર પ્રૌઢ દીપક ભટ્ટને ઝડપી લીધો હતો. અને રૂ.1 લાખની રોકડ તથા બોગસ ઓર્ડરો કબજે કર્યા હતાં.

ક્રાઈમબ્રાંચે હાથ ધરેલી તપાસ અને પૂછતાછમાં પકડાયેલા દિપક મૂગટ ભટ્ટ નામનો ચીટર મેંદરડા તાબેના દાત્રાણા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ સેવક તરીકે ફરજ બજાવે છે અને દિપક ભટ્ટ રંગીન મિજાજી સ્વભાવનો હોવાનું ખૂલ્યું હતું. સાતેક વર્ષ દરમિયાન 50થી વધુ વ્યક્તિઓને શીશામાં ઉતારી 75 લાખથી વધુ રકમનું ચીટિંગ કર્યું છે અને 40 લાખ જેટલું દેણું થઈ ગયું હતું. અવાર નવાર રાજકોટના સ્પામાં આવીઅવાર મોજશોખ પુરા કરતો.

જેના ખર્ચ પુરા કરવા અનેકને પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવી દેવાના બહાને માતબર રકમ લઈ મોજમસ્તીમાં ઉડાવી દેતો હતો. ચીટર દિપક ભટ્ટ સાથે અન્ય કોણ-કોણ સાગરિતો સામેલ છે તેમજ બોગસ ઓર્ડર કયા બનાવતો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ કરવા આરોપીનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ થશે અને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •