Placeholder canvas

રાજકોટમાં કોરોના સામે વહિવટી તંત્રનું આયોજન : 1000 બેડની હોસ્પિટલો તૈયાર

રાજકોટ: કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લોકડાઉનની સ્થિતિમાં રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓના ઉપચાર માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. જેમાં રાજકોટમાં ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં 747 અને કોવીડ કેર સેન્ટરમાં 288 બેડની સુવિધા ઉપલબ્ધ છે.

રાજકોટમાં ડેઝીગનેટેડ કોવીડ હોસ્પિટલમાં પીડીયુ હોસ્પિટલ અને ક્રાઇસ્ટ હોસ્પિટલ છે જેમાં 200 આઇસોલેશન બેડ અને 61 વેન્ટીલેટર આવેલ છે. જયારે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 35 આઇસોલેશન બેડ અને 8 વેન્ટીલેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજકોટ ગ્રામ્યમાં ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં કુલ 257 બેડ ઉપલબ્ધ છે. જેમાં 60 બેડની સુવિધાવાળી શીવાનંદ હોસ્પિટલ, વીરનગર, 80 બેડની સુવિધાવાળી ઇશ્વરિયા સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુય આયુ. રિસર્ચ એન્ડ હોસ્પિટલ અને હરિપળ પાળ સ્થિત 117 બેડની સુવિધાવાળી કામદાર હોમીયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

રાજકોટ શહેરમાં ડેડીકેટેડ કોવીડ હેલ્ધ સેન્ટરમાં કુલ 490 બેડ ઉપલબ્ધ છે. જેમાં દુધ સાગર રોડ સ્થિત 50 બેડવાળી ESIS હોસ્પિટલ, 100 બેડવાળી આયુર્વેદિક હોસ્પિટલ, 200 બેડવાળી કેન્સર હોસ્પિટલ, 60 બેડવાળી દોશી હોસ્પિટલ, 50 બેડવાળી બી.ટી. સવાણી હોસ્પિટલ, 60 બેડવાળી રાજકોટ હોમીયોપેથિક મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. કોવીડ કેર સેન્ટરમાં જોઇએ તો બી.જી.ગરૈયા આયુર્વેદિક હોસ્પિટલનો સમાવેશ થાય છે. જેમાં 288 બેડનો સમાવેશ થયો હોવાનું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીની યાદીમાં જણાવાયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BCHJZFw2oPOBxQoU0OIduP

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો