Placeholder canvas

શ્રી પીપળીયા રાજ સહકારી મંડળી સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ખેડૂતે કરેલ ફરિયાદનો ચુકાદો.

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા શેરસીયા હયાતભાઈ મહમદભાઇ જેવો એ તારીખ 16/ 11/ 1998ના રોજ ટ્રેક્ટર ખરીદવા માટે શ્રી પીપળીયા રાજ જુથ સેવા સહકારી મંડળી લિ. માંથી રૂ. ૨,૮૫,૦૦૦ હજાર નું ધિરાણ મેળવેલ અને તેનો પ્રથમ હપ્તો રૂપિયા ૪૧ હજાર જમા કરાવી દીધેલ ત્યારબાદ રૂપિયા 2,43,000 રકમ બાકી નીકળતી હતી, ત્યારબાદ દુષ્કાળ અને ભૂકંપના કારણોસર ફરિયાદી નિયમિત રીતે હપ્તા ભરી શક્યા ન હતા પરંતુ ૨૦૦૭ સુધીમાં ખેડૂતે કટકે કટકે રૂપિયા ત્રણ લાખની રકમ ભરપાઇ કરી દીધી હતી.

આ સમયે તારીખ 28/10/2008 ના રોજ જે ખાતેદાર લોન ભરપાઈ કરી શકેલ ન હોય તેવા ખેડૂતો માટે “વન-ટાઇમ સેટલમેન્ટ” ની યોજના બહાર પડી હતી આ યોજનામાં ખેડૂતની બાકી રહેલી લોનમાં 25% રકમની રાહત આપશે કેવું ઠરાવમાં જણાવાયું હતું અને વ્યાજમાં પણ રાહત આપવાનું જણાવેલ હતું. પરંતુ આ સંબંધેની રજૂઆત કરવા છતાં સહકારી મંડળી તરફથી ફરિયાદી ખેડૂતને પૂરો લાભ નહીં આપી સેવામાં ખામી દર્શાવેલ હોય તેમની સામે પિપળિયારાજના આ ખેડૂતે શેરસીયા હૈયાતભાઈ મામદભાઈએ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરિયાદ કરીને દાદ માગી હતી કે ઠરાવ નંબર છ ની જોગવાઈ મુજબ ગણતરી કરીને તે મુજબનો ફરિયાદી ખેડૂતને લાભ આપવામાં આવે તેમજ તેમને થયેલ માનસિક દુઃખ/ત્રાસ બદલ વળતર પેટે રૂપિયા ૨૧ હજાર તથા ફરિયાદના ખર્ચ પેટે રૂપિયા પાંચ હજાર તેઓને આનુસંગિક મળવા અરજી મુજબ દાદ માંગેલ

આ ખેડૂત શેરસીયા હયાતભાઈ મામદભાઈની રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ફરિયાદ રદ કરી હતી. જેમની સામે ફરિયાદીએ રાજયના કમિશન સમક્ષ અપીલ દાખલ કરી હતી. તેમના હુકમ અન્વયે ફરિયાદીની ફરિયાદ રિમાન્ડ કરી તારીખ 16/7/2013 ના રોજ ફરમાવેલ હુકમ રદ કરવામાં આવેલો અને આ ફરિયાદના બંને પક્ષકારોને પુરતી તક આપી નવેસરથી ન્યાયિક કાર્યવાહી કરવા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમની આદેશ ફરમાવ્યો હતો.જેથી રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં આ ફરિયાદ સબંધ થયેલી કાર્યવાહી આગળ ચલાવવામાં આવી હતી.

જેમની અનુસંધાને રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમેં તારીખ 26/ 11/ 2019 ના રોજ ત્રણ માસ અને ૨૦ દિવસે રિમાન્ડ અરજી નો ફેસલો આપ્યો હતો.

રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આપેલ આખરી હુકમ માં હુકમ કરવામાં આવ્યો છે કે…..

1, ફરિયાદીની ફરિયાદ અરજી અંશતઃ મંજૂર કરવામાં આવે છે

2, આ કામના સામાવાળાને એવો હુકમ કરવામાં આવે છે કે તેઓએ ફરિયાદીના બાકી દેવા પેટેની રકમ ઠરાવ નંબર 6 ની વિગતે આ ફોરમ દ્વારા તેમના ચુકાદામાં દર્શાવેલ પારા 8.2 ની હકીકત લક્ષ પર લઈ તે મુજબ ની ગણતરી કરી ફરિયાદીને તે સબંધનો લાભ દિવસ 30માં આપવાનો હુકમ કરવામાં આવે છે.

૩, વિશેષમાં આ કામના સામાવાળા એ ફરિયાદીને થયેલ માનસિક દુઃખ/ ત્રાસના વળતર પેટે રૂ 2000 અને અરજી ખર્ચના રૂપિયા 2000 દિવસ 30માં ચૂકવી આપવા

4, ઠરાવની અધિકૃત પ્રમાણિત નકલો ઉભય પક્ષ અને વિનામૂલ્યે પૂરી પાડવી

5, અપીલ સમય પૂરો થયા બાદ પણ જો સામાવાળા હુકમ મુજબ ની અમલવારી થતા રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો ફરિયાદીએ કાનૂની પ્રક્રિયા અનુસરી સદરહુ રકમ સામાવાળા પાસેથી વસૂલ કરવી.

તારીખ 26/ 11/ 2019 ના રોજ ખુલ્લા ફોર્મમાં જાહેર કર્યો.

8.2 ની વિગત…

સામાવાળા મંડળીના જવાબદાર અધિકારીએ ફરિયાદીના ખાતાની જે હકીકત રજુ કરેલ છે તેની વિગતે કોલમ નંબર 1 મુજબ રૂપિયા 2,63,000 ની રકમ મુદલ તરીકે દર્શાવેલ છે. રૂપિયા 1,27,135ની રકમ વ્યાજ તથા રૂપિયા 32,732 ની રકમ વ્યાજ પેટે દર્શાવેલ છે. લીગલ ખર્ચની રકમ રૂપિયા 8,457 દર્શાવી કુલ રકમ રૂ 4,31,324 ફરિયાદીના ખાતે ઉધાર બતાવેલ છે. આ સંદર્ભમાં સદર ગણતરી મુજબ અલગ અલગ કોલમ પાડી કોલમ નંબર A થી G સુધીની સ્પષ્ટતા કરેલ છે. અને આંકડાકીય હિસાબ આપેલ છે જેમાં અંતે મંડળીના અધિકારીએ ફરિયાદીના ખાતે 1,03,780 બાકી બતાવેલ છે. જેમને ગ્રાહક તકરાર ફોરમે ભૂલ ભરેલો કહ્યો છે. આ ઉપરાંત નોંધવામાં આવ્યું છે કે જે તે વખતે ફરિયાદીએ પૂરેપૂરી રકમ ભરપાઇ કરી આપેલ હોવાનું ખુદ સામાવાળાની ગણતરી ના હિસાબે રેકોર્ડ ઉપર આવતું હોય અને તે સબંધનો લાભ ફરિયાદીને આપવામાં આવેલો જ ન હોય પ્રથમ દર્શનીય રીતે સામાવાળા મંડળી તરફથી તેમના ખુદએ રજુ કરેલ માર્ક 13/23 ના પત્રની વિગતે વિસંગતતા દર્શાવતું હોય જે તે તારીખે ફરિયાદીએ તેમના ખાતે નીકળતી રકમ ભરપાઇ કરવામાં આવી હોવા છતાં તેમના ખાતે રકમ બાકી નીકળે છે તેવું ભૂલભરેલી ગણતરી રજુ કરેલ મંડળીને સેવા ખામી પુરવાર થાય છે.

ઠરાવ 6 નંબર શું છે?

તારીખ 28/11/2008 ના રોજ મંડળીની મિનિટ બુકમાં ઠરાવ કરવામાં આવ્યા હતા જેમાં ઠરાવ નંબર 6 આ બાબતે છે..

ઠરાવ નંબર 6

આથી કરાવવામાં આવે છે કે આપણી મંડળીમાં જુના 22 વર્ષ થયાના મુ.વિ.બાકીદારોની રકમ મુદ્દલથી વ્યાજ વધુ થતું હોય તો મુદ્દલ જેટલું વ્યાજ લઈને ડબલ ઉપરની થતી રકમ જતી કરીને મુદલ જેટલું વ્યાજ લઈને વસુલાત લેવી, આ યોજનાની મુદત તારીખ 31/ 3/ 2009 ની મુદત રાખવાનું તેમજ આજની ખાસ સાધારણ સભા સમક્ષ વાંચી સંભળાવતા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.

ઠરાવ સર્વાનુમતે પસાર, ઠરાવ પ્રમુખસ્થાનેથી

અત્રે એ ઉલ્લેખનીય છે કે પિપળિયારાજ ગામના આ ફરિયાદી ખેડૂત શેરસીયા હયાતભાઈ મહમદભાઇએ પીપળીયારાજ જુથ સેવા સહકારી મંડળી લી સામે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કરેલી પ્રથમ ફરિયાદ અને ત્યારબાદ રિમાન્ડ અરજી આ બંને કિસ્સામાં આ ખેડુતે કોઈ વકીલ રાખ્યા ન હતા અને પોતે જાતે લડ્યા હતા. આપણે અહીં એ પણ જણાવી દઈએ કે હયાતભાઈ માત્ર 4ધોરણ ગુજરાતી ભળેલ છે. અમારા નોલેજ મુજબ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચુકાડામા કહેવામાં આવ્યું છે કે ઠરાવ નંબર 6 વિગતો અને આ ફોર્મ દ્વારા તેમના ચુકાદામાં દર્શાવેલા પારા અંગેની હકીકત લક્ષમા લઈને તે મુજબ ની ગણતરી કરી ફરિયાદીને તે સબંધ નો લાભ આપવાનો હુકમ કરવામાં આવેલ છે. હવે મંડળી આ મુજબ ગણતરી કરે અને ફરિયાદી ખેડૂતને લાભ આપે તો કોઈ મોટી રકમ લેવા દેવાની થાય નહીં પણ હા મંડળીએ આ ચુકાદા મુજબ ફરિયાદી ખેડૂતને 2000 રૂપિયા માનસિક ત્રાસના અને બે હજાર રૂપિયા ખર્ચ પેટે આમ કુલ 4000 રૂપિયા ચૂકવવા પડશે.

ચુકાદામાં મંડળીના અધિકારીની ભૂલ હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ આ અધિકારીની ભૂલના કારણે મંડળીએ આર્થિક નુક્સાન સહન કરવું પડશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો