Placeholder canvas

વાંકાનેર: પીપળીયારાજની પ્રાથમિક શાળાના શિક્ષિકા સતત ગેરહાજર રહેતા બરતરફ

વાંકાનેરના પીપળીયારાજ ગામની શાળાના શિક્ષિકાને સતત ગેરહાજર રહેવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. આ શિક્ષિકાએ વધુ પડતી રજા ભોગવીને શિક્ષણ કાર્યથી અળગા રહ્યા હોય એ બાબતે અગાઉ યોગ્ય ખુલાસો કરવાની તક આપ્યા છતાં શિક્ષિકા યોગ્ય ખુલાસો ન રજૂ કરતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમને બરતરફ કરી દીધા છે.

વાંકાનેરના પીપળીયા રાજ ગામની પેટા શાળા નંબર -2 ના આસી. શિક્ષિકા ડાંગર જલ્પાબેન દેવરાજભાઈએ ડિસેમ્બર 2016 થી થી 2020 સુધીમાં 1063 દિવસની રજા ભોગવી હતી. આ ઉપરાંત, તેમણે 160 જેટલા દિવસની રજાઓ અનઅધિકૃત રીતે ભોગવી હતી. આ વેકેશન સિવાયની આ રજાઓ તેમણે ભોગવી હતી.આમ તેઓ સતત શાળામાં ગેરહાજર રહીને બાળકોને શિક્ષણ ન આપવા મામલે તેમને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી અને અનઅધિકૃત રીતે રજા ભોગવવા મામલે શિક્ષિકાને પોતાનો પક્ષ રજૂ કરવાની અનેક તક આપવામાં આવી હતી. પરંતુ શિક્ષિકા પોતાનો પક્ષ રજૂ ન કરી શકતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા વાંકાનેરના પીપળીયા રાજ ગામની પેટા શાળા નંબર -2 ના આસી. શિક્ષિકા ડાંગર જલ્પાબેનને સતત ગેરહાજર રહેવા મામલે બરતરફ કરી દેવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો