Placeholder canvas

Ph.D.ની પ્રવેશ પરીક્ષા એક જ દિવસમાં ત્રણ સત્રમાં લઈને પૂરી કરાશે

કોરોનાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધેલ નિર્ણય

પીએચ.ડી પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે. તે મુજબ આ વખતે આગામી તારીખ 16 અને 17ના રોજ પરીક્ષા લેવામાં આવશે તેવું શેડ્યુલ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે એક જ દિવસમાં ત્રણ સત્રમાં પરીક્ષા પૂરી કરવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના ગાઈડની સંખ્યા મુજબ કુલ 183 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ છે પરંતુ તે માટે 1966 વિદ્યાર્થીઓએ અરજી કરી છે.

આગામી તારીખ 17 ના રોજ કોમર્સ વિષયની યુજીસી નેટની પરીક્ષા હોવાના કારણે તારીખ 17 નું શેડ્યૂલ રદ કરવામાં આવ્યુ છે તેવી વાત યુનિવર્સિટીના સત્તાવાળાઓ કરે છે. પરંતુ વાસ્તવિક રીતે કોરોના કારણભૂત હોવાનું જાણવા મળે છે.

યુનિવર્સિટીના ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ જો બે દિવસ પરીક્ષા રાખવામાં આવે તો સંચાલનની કામગીરી સાથે જોડાયેલા સ્ટાફને સતત બે દિવસ સુધી દોડાદોડી રહે.આ ઉપરાંત પીએચડીની પરીક્ષા આપવા માટે બહાર ગામથી પણ મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા હોય છે. તે બાબતને ધ્યાનમાં રાખી એક જ દિવસમાં ત્રણ સત્રમાં પરીક્ષા આટોપી લેવાનું નક્કી કરાયું છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો