Placeholder canvas

ખાખરાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રાત્રીસભા યોજાઈ

મોરબી : મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ – મોરબીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ખાખરાળા દ્વારા ખાખરાળા ગામમા રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગઈકાલે મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ખાખરાળાના મેડિકલ ઓફિસર ડો. સંજય જીવાણી દ્વારા સરપંચ કમલેશભાઈ વડાવીયાની હાજરીમાં વધતા જતા ડેન્ગ્યુના કેસને કારણે ખાખરાળા ગામમાં ડેન્ગ્યુ વિશે તમામ ગ્રામજનોમા જાગૃતતા આવે તે માટે ખાખરાળા ગામમાં ડેન્ગ્યુ રોગ માટે જન-જાગૃતિ સેમિનાર અંતર્ગત ગામમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રાત્રી સભામાં ડો. સંજય જીવાણી દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયા વિશે પ્રોજેક્ટરના માધ્યમથી વિડીઓ બતાવી અને ગામના લોકો સમજી શકે તેમ સામાન્ય ભાષાનો ઉપયોગ કરીને ડેન્ગ્યુ વિશે વિગતવાર સમજાવવામાં આવેલ હતું. જેમાં લાઈવ ડેન્ગ્યુ મચ્છરના ઇંડા-લાર્વા-પ્યુપા અને પ્યુપામાંથી બની ગયેલા મચ્છર પણ બતાવવામાં આવ્યા હતા અને લોકોને પુરતો સહયોગ આપવા માટે અપીલ કરેલ હતી.

આ સમાચારને શેર કરો