Placeholder canvas

1વર્ષમાં 21 રૂપિયાનો વધારો: જુલાઈ મહિનામાં 8મી વખત પેટ્રોલના ભાવમાં વધારો

મેટ્રો શહેરોમાં પેટ્રોલની કિંમતો 101 રૂપિયાને પાર કરી ચૂકી છે. આજે પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલમાં 15 પૈસાનો વધારો ઝીંકાયો છે.

આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આજે 35 પૈસા વધ્યો છે અને સાથે જ ડીઝલના ભાવમાં પણ 15 પૈસાનો વધારો નોંધાયો છે. જુલાઈમાં પેટ્રોલના ભાવમાં 8 વાર વધારો થઈ ચૂક્યો છે. જાણો આજે મેટ્રો શહેરમાં શું છે નવા ભાવ.

 4 મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

  • દિલ્હી – પેટ્રોલ 101.54  રુપિયા પ્રતિ લિટર
  • મુંબઈ – પેટ્રોલ 107.54  રુપિયા પ્રતિ લિટર
  • ચેન્નાઈ – પેટ્રોલ 102.33 રુપિયા પ્રતિ લિટર
  • કોલકત્તા – પેટ્રોલ 101.74 રુપિયા પ્રતિ લિટર

પેટ્રોલ બાદ ડીઝલની કિંમત પર પણ નજર કરી લેવી જોઈએ, અનેક જગ્યાઓએ તેમાં પણ ભાવમાં ફરક જોવા મળી રહ્યો છે. જાણો શું છે આજે મેટ્રો શહેરમાં નવા ભાવ. 

4 મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

  • દિલ્હી – ડીઝલ    89.87  રુપિયા પ્રતિ લિટર
  • મુંબઈ – ડીઝલ 97.45  રુપિયા પ્રતિ લિટર
  • ચેન્નાઈ – ડીઝલ 94.39 રુપિયા પ્રતિ લિટર
  • કોલકત્તા – ડીઝલ 93.02 રુપિયા પ્રતિ લટર 

ક્યારે કેટલું મોંઘુ થયું પેટ્રોલ
જુલાઈ મહિનામાં કુલ 8 વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. જૂનમાં કુલ 16 વાર ભાવ વધતાં તેમાં 4.32 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો હતો. મે મહિનાની વાત કરીએ તો આ સમયે તે 4.09 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું હતું.  પેટ્રોલની કિંમતોમાં 60 ટકા સેન્ટ્રલ એક્સાઈઝ અને રાજ્યોના ટેક્સ હોય છે. તો ડીઝલમાં આ 54 ટકા હોય છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી 32.90 રૂપિયા પ્રતિ લિટરની હોય છે. જ્યારી ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ ડીઝલની કિંમતોમાં રોજ ફેરફાર આવે છે. આ કિંમતો બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ક્રૂડ કિંમતો અને ફોરેન એક્સચેન્જ રેટના આધારે નક્કી થાય છે.  

દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ – ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

તમે તમારા શહેરમાં ભાવ કેટલો છે ? કઈ રીતે જાણી શકાય

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે. 

આ સમાચારને શેર કરો