Placeholder canvas

કોરોના વાઇરસ સામે કાલે જનતા કર્ફ્યૂ, શું કરવું અને શું ન કરવું?

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે, કાલે એટલે કે 22 માર્ચે દેશભરતમાં જનતા કર્ફ્યુ લાગે. આ અંતર્ગત લોકોએ સવારે 7થી રાત્રે 9 વાગ્યા સુધી પોતાના ઘરોની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. તો ચાલો જાણીએ કે જનતા કર્ફ્યૂમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

ઘરની બહાર ન નીકળોઃ- જનતા કર્ફ્યૂ દરમિયાન લોકો પોતાના ઘરેમાં જ રહો. બહાર ન નીકળો. જેમનું ઘરેથી નીકળવું ખુબ જ જરૂરી છે કે પછી મજબૂરી છે એવા જ લોકો ઘરની બહાર નીકળો.

ક્યારે બહાર જઈ શકાયઃ- જનતા કર્ફ્યૂ દરમિયાન જો કોઈ ઈમર્જન્સી આવે તો જ ઘરની બહાર નીકળો. હોસ્પિટલ જઈ શકો છો. દૂધ-બ્રેડની દુકાન ઉપર જઈ શકો છો. જનતા કર્ફ્યૂનો સમય સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધીનો છે.

કોણ જઈ શકે છે બહારઃ- પોલીસ કર્મચારી, મીડિયા કર્મચારી, ડોક્ટર અને સફાઈની જવાબદારીવાળા લોકો ઘરની બહાર નીકળી શકે છે. પીએમ મોદીએ કહ્યું છે કે આ લોકોને બહાર નીકળવું જરૂરી છે કારણ કે તેમની એક મોટી જવાબદારી છે.

10 લોકોને ફોન કરોઃ- પીએમ મોદીએ અપીલ કરીને કહ્યું છે કે આ દિવસે ઓછામાં ઓછા 10 લોકોને ફોન કરીને કોરોના વાયરસથી બચવા માટે જણાવો. શું સાવધાની રાખવાની જરૂર છે એ અંગે લોકોને જાગૃત કરો.

સાંજે પાંચ વાગ્યે થાળી, ઘંટી વઘાડોઃ- પીએમ મોદીએ દરેકને અપીલ કરી હતી કે સાંજે 5 વાગ્યે બારી, દરવાજા ઉપર ઊભા રહીને ડોક્ટરો, પોલીસ કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, હોમ ડિલિવરી કરનાર લોકો માટે 5 મિનિટ સુધી આભાર વ્યક્ત કરો. અને કેવી રીતે આભાર વ્યક્ત કરવો એ અંગે તેણે રીત જણાવી હતી. તેમણે કહ્યું કે થાળી, વેલણ, તાળી વગાડી કે પછી ઘંટડી વગાડવી.

રાજ્ય સરકાર સાયરન વગાડશેઃ- પીએમ મોદીએ રાજ્ય સરકારોને અપીલ કરી હતી કે સાંજ પાંચ વાગ્યે સાયરસ થકી લોકોમાં આ અંગેની સૂચના આપવામાં આવે. જેથી કરીને લોકો આભાર વ્યક્ત કરી શકે.

સાફ-સફાઈ રાખો, હાથ ધોતા રહોઃ- સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સાફ સફાઈ ઉપર ધ્યાન આપવું. દર 20 મિનિટમાં ઓછામાં ઓછા 20 સેકેન્ટ સુધી હાથ જરૂર ધોવા. એટલું જ નહીં આવું કરવા માટે બીજા લોકોને પણ પ્રેરિત કરો.

જનતા કર્ફ્યૂ દરમિયાન આટલું બંધ રહેશેઃ- પીએમ મોદીને અપીલ કરી છે કે જનતા કર્ફ્યૂનું સમર્થન કરવા માટે આખો દેશ એક દેખાય. આવી સ્થિતિમાં અનેક સરકારી અને ખાનગી કંપનીઓએ રવિવારે પોતાની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. ટ્રેનથી લઈને મેટ્રો સુધી અનેક સેવાઓ બંધ રહેશે.

કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…

-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ

આ સમાચારને શેર કરો