Placeholder canvas

વિદેશથી લોકોને પ્લેનમાં ફ્રીમાં લવાયા, મજુરોનું ટ્રેનમાં લેવાય છે ભાડુ ! આવો ભેદભાવ કેમ?

# લોકડાઉનમાં ફસાયેલા મજૂરોને સ્પેશ્યલ ટ્રેનથી ઘરે પહોંચાડાઈ રહ્યા છે, પણ રેલવે મંત્રાલય ભાડુ લઈ રહ્યું છે

# સોનિયાએ કહ્યું- કેન્દ્ર અને રેલવે મંત્રાલય પાસે માંગ કરી હતી કે પ્રવાસી મજૂરો પાસે ભાડુ ન લો, પણ તેમને ધ્યાન ન આપ્યું

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, જરૂરિયાત વાળા મજૂરો અને પ્રવાસી મજૂરો માટે રેલવે ભાડા ખર્ચ સહિતની જવાબદારી દરેક રાજ્યની કોંગ્રેસ કમિટિ ઉઠાવશે. સોનિયાનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલયને ઘણી વખત માંગ કરવામાં આવી છે કે લોકડાઉનના કારણે ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘરો સુધી પહોંચાડવાનું ભાડું ન લેશો, પરંતુ કોંગ્રેસની વાતને ધ્યાનમાં જ ન લેવાઈ.

સુબ્રમણ્યમ સ્વામી અને રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો

સુબ્રમણ્યમ સ્વામીએ મજૂરો પાસેથી ભાડુ લેવા અંગે સવાલ કર્યા છે, તેમણે કહ્યું કે, હાલની સ્થિતિમાં પીએમ કેરમાંથી આ મજૂરો માટે પૈસા કેમ નથી અપાઈ રહ્યા? તો બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે, એક બાજુ રેલવે મંત્રાલય પ્રવાસી મજૂરો પાસેથી ભાડુ વસુલી રહી છે અને બીજી તરફ પીએમ કેરમાં 151 કરોડ રૂપિયાનું દાન કરી રહ્યા છે. જરા આ ગુંચવાળો ઠીક કરશો.

સંકટની ઘડીમાં મજૂરો પાસે ભાડુ વસુલવું ખોટી વાત છેઃ સોનિયા
સોનિયાએ સવાલ કર્યો કે જ્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભાડુ લેવામાં આવ્યુ નથી તો પછી પ્રવાસી મજૂરો માટે આવું કેમ ન કરાયું? સોનિયાનું કહેવું છે કે જ્યારે આપણે ગુજરાતના એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટ અને જમવા પર ખર્ચ કરી શકે છે, રેલવે મંત્રાલય વડાપ્રધાનના કોરોના ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો પછી પ્રવાસીઓને ફ્રી રેલવે યાત્રાની સુવિધા શા માટે આપી શકતા નથી? અહીંયા હેરાન કરનારી વાત એ છે કે સંકટની ઘડીમાં કેન્દ્ર સરકાર અને રેલવે પ્રવાસીઓ પાસે ભાડુ વસુલી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ…

નીચે આપેલ લિંક પર ક્લિક કરો…

https://m.facebook.com/story.php?story_fbid=930971194009572&id=319052715201426?sfnsn=wiwspmo&extid=buMsYiaSFv6JxX94&d=n&vh=e

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો