Placeholder canvas

પીપળીયા રાજ: ગૌસે સમદાનિમાં મોટીવેશન કાર્યક્રમ યોજાયો.

જયેશભાઈ વાઘેલા કે જેઓએ બાળકોને જટિલ વિષયો પણ કેમ સરળ રીતે યાદ રાખી શકાય અને ધ્યેય સુધી પહોંચી શકાય તેમની સમજણ આપી હતી.

વાંકાનેર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દારૂલ ઉલૂમ ગૌષે સમદાની, ગરીબ નવાઝ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા તેમજ મશાયખી પ્રાથમિક શાળા –પીપળીયારાજમાં આજ રોજ મોટીવેશન કાર્યક્રમ યોજાયો હતો તેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી જયેશભાઈ વાઘેલા કે જેઓએ બાળકોને જટિલ વિષયો પણ કઈ રીતે સરળ રીતે યાદ રાખી શકાય તેમજ ધ્યેય સુધી કઈ રીતે પોહચી શકાય તેને લઈને ખૂબ રસપ્રદ વાતો બાળકો સાથે કરી હતી.

તેઓએ વિધાર્થીઓને અભ્યાસમાં કઈ રીતે યાદ રાખવું, અઘરા વિષયોને સરળ કેમ બનાવવા, વાર્તા સ્વરૂપે જ્ઞાનનું સંકલન કરીને ધ્યેય સુધી કેવી રીતે પહોચવું વગેરે બાબતોની ખુબ જ ઉડાણપૂર્વક અને ખુબ જ ઉપયોગી માહિતી આપેલી. આ કાર્યક્રમમાં જયેશભાઇ દ્વારા બાળકોને અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને જે બાળકોએ સાચા જવાબ આપ્યા કે જવાબ આપવાની હિંમત કરી તેને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા.

આ કાર્યક્રમમાં જયેશભાઈને ટ્રસ્ટના પ્રમુખ આહમદભાઈ ચૌધરી દ્વારા સાલ ઓઢાડી અને ડો. ઈમ્તિયાઝ કડીવાર દ્વારા જયેશભાઈને પુષ્પ ગુંચ આપનીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ઉસ્માનગની શેરસિયાએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પાંચદ્વારકા મદ્રેસા અને મોર્ડન હાઈસ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીગણ, એડવાઝરી કમીટી, તેમજ આંમત્રિત અન્ય શાળાના આવેલા શિક્ષકો તેમજ વિધાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. અને સ્થાનિક શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો