Placeholder canvas

વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા, અરણીટીમ્બા, ખીજડીયા, હશનપર અને વાંકિયા ગામને સેનીટાઈઝ કરાયા

હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, જેમનાથી બચવા માટે જ્યા કોરોનાવાયરસની અસર છે તેવા વિસ્તારમાં સંભવિત તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મોટા કે નાના શહેરોમાં દવાનો છંટકાવ કરીને સેનીટાઈઝ કરવામાં આવી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ગામમાં આવી જ રીતે દવાના છંટકાવ કરીને ગામને સેનીટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

પાંચદ્રારકા:

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામમાં સરપંચ અને શાહબુદ્દીનભાઇ બાદી અને ગ્રામ પંચાયતના સભ્યો તેમજ અન્ય આગેવાનોએ હાજરીમાં સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરીને ગામને સેનીટાઈઝ કરવામાં આવ્યું હતું.

ખીજડીયા:

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના સરપંચ હુશેનભાઇ શેરસિયા અને ગ્રામ પંચાયતના સભ્યો તેમજ અન્ય આગેવાનો દ્વારા સમગ્ર ગામમાં સ્પ્રે પંપ થી દવાનો છંટકાવ કરીને સમગ્ર ગામને સેનીટાઈઝ કરવામાં આવ્યું હતું.

અરણીટીંબા:

વાંકાનેર તાલુકાના અરણીટીમ્બા ગામને સરપંચ દ્વારા ગામને સેનીટાઈઝ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ ઇદરીસભાઈ કડીવાર તથા પંચાયત બોડી ના સભ્યો દ્વારા ગામને કોરોનાથી રક્ષીત કરવા સ્પ્રે મશીનની મદદથી સેનીટાઈઝ કરવામાં આવ્યું.

હશનપર:

વાંકાનેર તાલુકાના હશનપર ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ અન્ય આગેવાનો દ્વારા સમગ્ર ગામમાં સ્પ્રે પંપ થી દવાનો છંટકાવ કરીને સમગ્ર ગામને સેનીટાઈઝ કરવામાં આવ્યું હતું.

વાંકિયા:

વાંકાનેર તાલુકા વાંકિયા ગામને સરપંચ દ્વારા ગામને સેનીટાઈઝ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ અબ્દુલભાઈ માથકીયા તથા પંચાયત બોડી ના સભ્યો દ્વારા ગામને કોરોનાથી રક્ષીત કરવા ટ્રેક્ટરમાં સ્પ્રે મશીન દ્રારા સેનીટાઈઝ કરવામાં આવ્યું.

આ સમાચારને શેર કરો