Placeholder canvas

પાનની અને સલુનની દુકાને જો ભીડ થશે તો બંધ કરી દેવાશે : રાજ્ય સરકાર

ગુજરાતમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન 4 લાગૂ કરવામાં આવ્યુ છે પણ પાન-મસાલા સહિતની દુકાનોએ થઈ રહેલી ભીડને જોતા CMO અશ્વિનીકુમારે આજે ફેસબુક ઉપર યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, જો ભીડ ભાડ ઓછી નહીં થાય તો લોકડાઉનમાં આપેલી છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવશે.

“પાનની દુકાન અને સલુનની દુકાન ભીડ ન કરવી”
સરકાર દ્વારા આજથી નોન કન્ટેઈન્ટમેંટ ઝોનમાં છૂટછાટ આપવામાં આવી છે.. ત્યારે હવે CMO સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરી છે કે, આગામી સમયમાં જો સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું તો સરકાર દ્વારા છૂટછાટને હટાવવામાં આવશે.

કઈ કઈ દુકાનો થઈ શકે છે બંધ
CMO સચિવે વધુમાં જણાવ્યું હતુ કે, પાનની દુકાન અને સલુનની દુકાન ભીડ ન કરવી. જરૂર પડશે તો દુકાનો ફરી બંધ કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરિયાત ચીજ વસ્તુઓની દુકાન ખુલ્લી છે. છૂટછાટનો યોગ્ય ઉપયોગ કરવો જનતાની ફરજ છે.

કેસોની સંખ્યા વધશે તો તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોનમાં ફેરવી દેવાશે
લોકડાઉન 4.0માં રાજ્ય સરકારે કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે મોટી છૂટછાટ આપી છે પરંતુ તેની સાથે શરતો પણ આકરી બનાવી છે. જે વિસ્તારમાં દુકાનો અને બજાર ખુલ્લું હશે અને ત્યાં જો કેસોની સંખ્યા વધશે તો તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોનમાં ફેરવી દેવાશે અને બઘી છૂટછાટ પાછી ખેંચી લેવાશે. જે દુકાનમાં પાંચથી વધુ લોકો ખરીદી માટે ઉપસ્થિત હશે તે દુકાનને બંધ કરી દેવાશે, પછી તેને લોકડાઉન દરમ્યાન કોઇ મંજૂરી આપવામાં નહીં આવે. દુકાનદારોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું સખ્ત પાલન કરવાનું રહેશે. નાની અમથી ભૂલની સજા દુકાનદારને મળશે.

ગુજરાતમાં કોરોનાની શું છે પરિસ્થિતિ?
રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 11,746એ પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 6248 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 4804 લોકોએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 694 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી 8686 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2841 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો