Placeholder canvas

વાંકાનેર તાલુકા કાનૂની સેવા સમિતિમાં પેરા લીગલ વોલિયન્ટર્સ તરીકે જોડાવાની તક

વાંકાનેર : મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલિયન્ટર્સની નિમણુંક અંગે બહાર પડેલ જાહેરનામા અન્વયે વાંકાનેર તાલુકા કાનૂની સેવા સમિતિ વાંકાનેર ખાતે પેરા લીગલ વોલિયન્ટર્સ (PLV)ની નિમણુંક કરવાની છે. પેરા લીગલ વોલિયન્ટર્સ બનવા ઇચ્છુક કોલેજના વિદ્યાર્થીઓ, નિવૃત – શિક્ષકો, એન.જી.ઓ. અને જુદી-જુદી સેવાકિય સંસ્થાઓ તેમજ આશા વર્કર્સ બહેનોએ વાંકાનેર તાલુકા કાનુની સેવા સમીતી વાંકાનેરનો સંપર્ક કરવાનો રહેશે.

પેરા લીગલ વોલિયન્ટર્સ (PLV)માં નિમણુંક અને અરજીની પૂછપરછ સિવિલ કોર્ટ બિલ્ડીંગ, વિવેકાનંદ સોસાયટી સામે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે કરી શકાશે. તેમજ ટેલીફોન નંબર ૦૨૮૨૮ ૨૨૦૬૬૪ અથવા સેક્રેટરી હરદેવસિંહ ગોહિલ મો. ૯૭૨૬૧ ૦૯૦૦૯, મો. ૯૭૨૬૧ ૦૯૦૦૧ પર સંપર્ક કરી શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો