Placeholder canvas

વાંકાનેરમાં શરૂ થાય છે ઓપન સ્કૂલ: એડમિશન માટે સંપર્ક કરો.

વાંકાનેર: વાંકાનેર શિક્ષણ જગત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે વાંકાનેરમાં ઓપન સ્કૂલ શરૂ થઈ રહી છે.

દિલ્હી ઓપન સ્કૂલનું મોરબી જીલ્લાનું સેન્ટર વાંકાનેર તાલુકામાં શરૂ થઈ રહ્યું છે. આ સેન્ટર વાંકાનેર તાલુકામાં પંચાસીયા ગામમાં આવેલ અને કે.જી.એન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પંચાસિયા હાઈસ્કૂલમાં શરૂ થશે. ઓપન ફુલમાં ધોરણ 10 અને 12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા આપી શકાય છે.

ઓપન સ્કૂલ શું છે ?
ઓપન સ્કૂલ એટલે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનું રહેતું નથી, માત્ર પરીક્ષા આપીને પાસ થવાનું હોય છે. તેમજ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર પ્રાથમિકમાથી અભ્યાસ છોડી દીધો હોય અથવા તો માધ્યમિક સુધી અભ્યાસ કર્યો હોય અને હવે તેઓને વધુ અભ્યાસ કરવાની ઇચ્છા હોય અથવા તો નોકરી દરમિયાન પણ 12 સુધીનો અભ્યાસ કરવો હોય તેવા લોકો અને વિદ્યાર્થીઓ ઓપન સ્કૂલમાં એડમિશન લઈન પરીક્ષા આપી શકે છે. આ ઓપન સ્કૂલમાં રેગ્યુલર સ્કૂલે જવાનું હોતું નથી તેમને માત્ર પરીક્ષા આપીવાની હોય છે. પરીક્ષાનું કેન્દ્ર પણ જ્યાં મંજૂરી મળી છે એ જ સ્કૂલમાં જ હોય છે.

ઓપન સ્કૂલમાં પરીક્ષા કોણ આપી શકે ?
આ ઓપન સ્કૂલમાં ૪૫ વર્ષથી નાની ઉંમરના કોઈપણ વ્યક્તિને પરીક્ષા આપી શકે છે અને રેગ્યુલર સ્કૂલમાં ધોરણ-૧૦ અને ૧૨મા વિધાર્થીની જે ઉમંર હોય તેટલી મિનિમમ ઉંમર હોવી જરૂરી છે. નોકરી દરમ્યાન જો પરીક્ષા આપવાની થતી હોય તો તેમને ઉંમરનો બાધ નથી.

પરીક્ષા કયારે અને કયાં લેવાય ?
આ દિલ્હી ઓપન સ્કૂલમાં એક્ઝામ ફોર્મમ ભર્યા પછી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા એપ્રિલ અને ઓક્ટોબર એમ વર્ષમાં બે વખત લેવામાં આવે છે. આ પરીક્ષા જે સ્કૂલમાં ઓપન સ્કૂલની માન્યતા મળેલ છે, તે જ સ્કૂલમાં લેવામાં આવે છે.

ફોર્મ ભરવા માટે શું કરવું ?
આ દિલ્હી ઓપન સ્કૂલમાં પરીક્ષા માટેની વધુ માહિતી, પરીક્ષાના ફોર્મ ભરવા અનેે તેની ફી ભરવા માટે વાંકાનેેરમાં સહયોગ બેંકમાં સંપર્ક કરો… આ ઓપન સ્કુલની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે.

સહયોગ બેંક
27 નેશનલ હાઈવે, ગુલશન પાર્ક, ચંદ્રપુર,વાંકાનેર.
ફોન.98253 56986 / 94285 32580

આ સમાચારને શેર કરો