વાંકાનેર: જડેશ્વર મંદિર સોમવારથી દર્શન માટે ખુલશે.

વાંકાનેર : અનલોક-1 દરમિયાન આગામી તા. 8થી સરકારના નિયમોના પાલન સાથે મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે વાંકાનેરમાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.

મંદિર માત્ર દર્શન માટે જ ખુલ્લું રહેશે. ગર્ભગૃહમાં તથા આરતી સમયે મંદિરમાં પ્રવેશ બંધ રહેશે. દર્શન માટેનો સમય સવારે 7-30થી બપોરે 11-30 અને બપોરે 12-30થી સાંજે 6-30 સુધીનો રહેશે. મંદિરમાં દર્શન વખતે 8-10 લોકો જ પ્રવેશ કરી શકશે. દર્શન કરી તુરંત નીકળી જવાનું રહેશે.

હાલ ભોજનાલય અને ઉતારા માટેની રાત્રી રોકાણની વ્યવસ્થા બંધ રહેશે. તેમજ મંદિરમાં દર્શન માટે આવનાર દરેક લોકોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. તથા સોસીયલ ડીસ્ટન્સનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે. તેમ મંદિરના ટ્રસ્ટ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •