Placeholder canvas

સૌથી મોટા જીલ્લા કચ્છની 21 લાખની વસ્તીમાં ફકત 36 કોરોના ટેસ્ટ થયા !

કોરોના પછી 1400 એનઆરઆઈ આવ્યા: જીલ્લામાં હજુ શંકાસ્પદ હોવાનો ભય

રાજકોટ: ગુજરાતમાં કોરાનાના સંભવિત ફેલાવાને રોકવા માટે રાજય સરકારે હાલમાં જ 6.5 કરોડ લોકોની તપાસ કરવામાં આવી હતી તેવા દાવાની વાસ્તવિકતા બહાર આવવા લાગે છે અને દેશના સૌથી મોટા જીલ્લા તરીકે જાણીતા ગુજરાતના કચ્છમાં 21 લાખ લોકોની વસ્તી વચ્ચે ફકત 36 લોકોના જ કોરોના ટેસ્ટ થતા આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્ન થયો છે.

આમ વસતિની દ્રષ્ટીએ જોઈએ તો કચ્છમાં દર 58333 લોકોએ ફકત એક જ વ્યક્તિની કોરોના શંકાસ્પદ તરીકે તપાસ થઈ છે. કચ્છમાં હજું સુધી જો કે બે જ કોરોના પોઝીટીવ મળ્યા છે પણ ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્વીકારે છે કે આ આંકડો ઉંચો હોઈ શકે છે. રાજયના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચની ગાઈડલાઈન મુજબ જયાં કોઈ પોઝીટીવ કેસ આવે તેની આસપાસના શંકાસ્પદની જ તપાસ થાય છે.

તેઓને પ્રથમ કવોરન્ટાઈન કરવામાં આવે છે અને તેમાં કોઈ કોરોનાના લક્ષણ જણાય તો તેનો પૂર્ણ ટેસ્ટ કરાવવામાં આવે છે પણ રાજયમાં રેન્ડમ ટેસ્ટીંગ હજું શરૂ થયું નથી. રાજય સરકારના આંકડા મુજબ કોરોના પછીના સર્વેમાં 21,85,585 લોકોનો સર્વે કરાયો હતો અને તેમણે 85,291 ઘરોની મુલાકાત લેવાઈ હતી. આ માટે 2116 સર્વેયરની ટીમને કામે લગાડાઈ હતી. જીલ્લા આવાસ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નાર કહે છે કે અમોએ 36 દર્દીઓના ટેસ્ટ લીધા છે. જેમાં છેલ્લે એક 62 વર્ષીય પુરુષ જે માધાપરના છે તે તેની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે અને તે ચાર તબીબ પાસે ગયા હતા. આ તમામ ચાર તબીબ અને તેના કુટુંબીજનોને કવોરન્ટાઈન કરાયા છે.

ભુજ એરપોર્ટ પર 1400 એન.આર.આઈ. સેલ્ફ કવોરન્ટાઈન પર માધાપરમાં આવેલા એનઆરઆઈ પહેલા મુક્ત રીતે ગામમાં ફર્યો હતો. હવે અહીની એનઆરઆઈ સોસાયટી અને સોનાલી પાર્ક સીલ થયા છે. ઉપરાંત પટેલ ચોવીસી હેઠળ આવતા સુખપુર, કેરા, નાંદડીયાને પણ સીલ કરાશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1qbExReKZ94dUC0AhI65L

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો