Placeholder canvas

મોરબી: કોરોનાથી માધાપરના 60 વર્ષીય વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબીમાં કોરોના વાયરસે વધુ એક દર્દીનો ભોગ લીધો છે. આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોનાગ્રસ્ત 60 વર્ષીય વૃધ્ધાએ દમ તોડ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલ મૃત્યુનો આંકડો 5 પર પહોંચ્યો છે.

મોરબીમાં કોરોનાના કેસની સાથે કોરનાના કારણે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આજે વહેલી સવારે શહેરના નહેરૂગેટ વિસ્તારમાં આવેલી સરગીયા શેરીમાં રહેતા 48 વર્ષીય રમણિકભાઈ પિત્રોડાએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ આજે સાંજે કોરોના વધુ એક દર્દીને ભરખી ગયો છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જ આઇસોલશન વોર્ડમાં સારવાર લઈ રહેલા માધાપર વિસ્તારના કોરોનાગ્રસ્ત લીલાવંતીબેન સવજીભાઈ પરમાર (ઉ.60)નું મોત નીપજ્યું છે. તેઓને ગત તા. 3 જુલાઈના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ વૃધ્ધા કોરોના ઉપરાંત હાઇપર ટેન્શન, ડાયાબિટીસ તેમજ શ્વાસની બીમારી થી પીડિત હતા. તેવામાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થતા આ વાયરસ તેઓ માટે કાળ બન્યો હતો. અને આજ રોજ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આજના દિવસમાં મોરબી જિલ્લામાં બે મોત થયા છે. અને અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 5 થઈ ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો