Placeholder canvas

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર : વાંકાનેર શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો સામે

હળવદમાં બે કેસ નોંધાયા બાદ આજે એક જ દિવસમાં ત્રીજો કેસ વાંકાનેરમાં નોંધાતા તંત્રમાં દોડધામ

વાંકાનેર : મોરબી જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમાં ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. આજે હળવદમાં સવારે બે કેસ નોંધાયા બાદ વાંકાનેર શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 થઈ ગઈ છે.

અત્યાર સુધી મોરબી જિલ્લામાં કાબુમાં રહેલો કોરોના હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે. મોરબી જિલ્લામાં છેલ્લા 3 જ દિવસમાં કુલ પાંચ કેસ નોંધાયા છે. જેમાં મંગળવાર અને બુધવારે એક એક નોંધાયા બાદ આજે ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં 3 પોઝિટિવ કેસ જાહેર થતા મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા સુધી 11 પર પોહચી ગઈ છે.

હાલમાં વાંકાનેર શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસની મળતી વિગતો મુજબ વાંકાનેરમાં બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં રહેતા ડૉ.હરેશભાઈ હિંમતલાલ ભટ્ટ ઉ.વ.૬૨ નામના વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ રાજકોટ ખાતે સારવારમાં છે. અને તમનો રિપોર્ટ પણ રાજકોટ ખાતે જ કરવામાં આવ્યો હતો. હજુ તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો મળી નથી. હાલ તો વાંકાનેર શહેરમાં પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિક આરોગ્ય વિભાગ, રેવન્યુ, પોલીસ સહિતના વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો