Placeholder canvas

મોરબી: વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, મોરબી જિલ્લાનો ટોટલ 81

મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો કહેર બેકાબુ થવાનિ દિશા પક્કડી હોય તેવુ લાગે છે. આજે બપોરે સુધીમાં કોરનાના બે કેસ નોંધાયા બાદ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં રવાપર રોડ પરના વિધુત પાર્કમાં રહેતા 61 વર્ષના વૃદ્ધ કરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના 81 કેસ થયા છે.

મોરબીમાં આજે કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા પછી વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો હતો. જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિધુત પાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષના વૃદ્ધ હિંમતભાઇ પ્રેમજીભાઈ પટેલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલમાં દર્દી હિંમતભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે કોરોના પોઝિટિવ દર્દી સાથેની કોન્ટેક્ટ હિસ્ટ્રી જાણવા મળેલ નથી.

આ સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ 81 કેસ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં હમણાંથી કોરોનાનું પ્રમાણ ઉતરોતર વધી રહ્યું છે. ખાસ કરીને કરોનાથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે.

આ સમાચારને શેર કરો