મોરબી: આજે મોચી શેરીમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં ગઇકાલે છ કેસ નોંધાયા બાદ આજે એક કેસ મોરબી શહેરની મોચી શેરીમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 157 થઈ ગઈ છે.

આજે નોંધાયેલા કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરના કુબેરનાથ રોડ પર મોચી શેરીમાં, સરવડ ઉતારાની સામે રહેતા યજુવેન્દ્રસિંહ જાડેજા (ઉ.37) નામના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમનું સેમ્પલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લેવાયું હતું અને અમદાવાદ ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. હાલ આ યુવકની તબિયત સારી છે. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય સહિતના તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •