Placeholder canvas

વાંકાનેર:તીથવાના મહંમદભાઈ શેખની વાડીએ 1 હેક્ટરની કારેલીનો માંડવો જમીનદોસ્ત: લાખોની નુકસાની

વાંકાનેર: તીથવાના પ્રગતિશીલ ખેડૂત મહમદભાઈ શેખ જેવો વડસર નજીક આવેલ પોતાની વાડીમાં ખંતથી ખેતી કરે છે. અને શાકભાજીનું મોટા વિસ્તારમાં વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવે છે.

તેઓએ આ વર્ષે તેમની વાડીમાં એક હેક્ટર ની લગભગ જૂન મહિનામાં કારેલાનું વાવેતર કર્યું હતું. આ કારેલીના વેલા ને ઉપર ચડાવવા માટે એક હેક્ટરમાં માંડવો બનાવવામાં આવ્યો હતો. જેથી કારેલીના વેલા માંડવા ઉપર ચડે અને પરિણામે કારેલાનું સારું અને ઉચ્ચ કવોલીટી વાળું ઉત્પાદન થાય. આ કારેલી ના વાવેતરમાં કારેલા ઉતરવા શરૂ થઈ ગયા હતા અને અત્યાર સુધીમાં તેઓએ લગભગ ચારેક લાખ રૂપિયાના કારેલાનું વેચાણ કરિ ચુક્યા છે. હજુ એથી વધુ એટલે કે 5 થી છ લાખ રૂપિયાનું કારેલાનો પાક આવવાની શક્યતાઓ હતી. ત્યારે આ વરસાદમાં અને ગત રાત્રે વધુ પવન થવાના કારણે મહમદભાઈ શેખે ભારે મહેનત કરીને એક હેક્ટર માં ઉભો કરેલો માંડવો જમીનદોસ્ત થઇ ગયો છે. જમના કારણે અને સતત વરસાદ ચાલુ રહેવાના કારણે આ કારેલીના પાક ઉપર મોટું જોખમ ઊભું થયું છે.

આજે મોહમ્મદભાઈ શેખ સાથે ટેલિફોનિક વાત થતાં તેઓએ જણાવ્યું હતું કે જે થવાનું હતું એ થઈ ગયું પણ મારે હવે શું કરવાનું છે હું એ જ વિચારું છું. જો વરસાદ બંધ થઇ જાય તો આ માંડવાને ફરી પાછો ઉભો કરવાના અમો પ્રયત્નો કરીશું, ખૂબ મહેનત પડશે પણ મહેનતથી અમો પાછા પડીએ તેમ નથી. પરંતુ આ બધા માટે વરસાદ બંધ થવો જરૂરી છે, જો વરસાદ બંધ થશે તો માંડવો ઊભો કરીને કારેલીને બચાવી લઈશું, પરંતુ જો વરસાદ હજુ આ રીતે ચાલુ રહેશે તો આ પાકને બચાવવો મુશ્કેલ બની જશે. આ સિવાય હાલમાં કારેલીમાં જે કારેલા તૈયાર છે તેમાં મોટું નુકસાન થશે. તેમ જ કવોલીટી પણ નબળી થઈ જશે. મહમદભાઇ શેખે તેમ જણાવ્યું હતું.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો