Placeholder canvas

વાંકાનેર તાલુકામાં ચાર દિવસમાં એકાદ કરોડ રૂપિયાનો દારૂ પકડાયો !

છેલ્લા કેટલાક સમયથી વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા અને બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું હોવાની ચર્ચા થઈ રહી છે, તેમના પુરાવા હવે સામે આવી રહ્યા છે.

વાંકાનેર: લાગે છે કે હવે વાંકાનેર દારૂના બુટલેગરોનું પસંદગીનું સ્થળ બની ગયું છે. જાન્યુઆરી મહિનામાં વાંકાનેર તાલુકા અને સિટીમાંથી એકથી સવા કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે. જેમાં ખાસ કરીને વાંકાનેર તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં ત્રણ જગ્યાએ પકડાયેલા દારૂની કિંમત આશરે એક કરોડ રૂપિયા થાય છે.

ગત ૮મી જાન્યુઆરીએ વાંકાનેર તાલુકાના અમરસર ગામના સરકારી ખરાબામાં આશરે ૪૦૦ પેટી જેટલો દારૂ પકડાયો હતો. આ દારૂ વાંકાનેર શહેર પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને તેમના સ્ટાફ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે વાંકાનેર તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં 3 જગ્યાએથી ભારે માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે. આ દારૂનો જથ્થો મોરબી એલ.સી.બી. અને આર.આર. સેલે પકડેલ છે.

ગત 16 તારીખે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આશરે 24.5 લાખનો ૫૩૯ પેટી દારૂ પકડાયો હતો જ્યારે તેમના બીજા દિવસે એ જ જગ્યાએથી એટલે કે 17મી તારીખે ૪૪.૨૫ લાખનો 11700 બોટલ દારૂ પકડાયો હતો. આ બંને દિવસે મોરબી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂ પકડવામાં આવ્યો હતો. જ્યારે આજે વાંકાનેર તાલુકાના સમથેરવા ગામ પાસેથી આશરે 22.5 લાખનો ૪૦૦ પેટી દારૂ આરઆર સેલે પકડી પાડયો છે.

છેલ્લા કેટલાક સમયથી વાંકાનેર તાલુકામાં સાવ રેઢું રાજ ચાલી રહ્યું છે, તાલુકામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે અને ખનીજ માફિયાઓ ને સાવ મોકળું મેદાન મળી ગયું છે. એ જ રીતે બુટલેગરોને પણ મોકળું મેદાન હોવાનો અહેસાસ થતા વાંકાનેરમાં દારૂના ધંધા વધારી દીધા છે. ત્યારે વાંકાનેર તાલુકાની પોલીસની કામગીરી વિશે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.

ગઈકાલે તા. 18ના રોજ મોડી રાત્રે વાંકાનેર તાલુકાના સમખેરવા ગામ નજીકથી રાજકોટ આર.આર. સેલની ટીમ દ્વારા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. આરોપીઓ દારૂનું કટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજકોટ આર.આર. સેલની ટીમ આવી ચડતા આરોપીઓ નાશી છૂટ્યા હતા. આથી, કોઈ આરોપીઓ પકડાયા નથી. આ કન્ટેનરમાં અંદાજિત 405 પેટી વિદેશી દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. તેમજ આરોપીઓની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેર પંથકમાં ચાર દિવસમાં ત્રીજી વખત વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું છે. તેમજ રાજકોટ આર.આર. સેલ દ્વારા ચાર દિવસમાં આ બીજી રેઇડ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો