Placeholder canvas

મોરબી: એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મોરબી : મોરબીમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં મોરબીનો સૌ પ્રથમ કેસ જ્યાં નોંધાયો હતો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 258 થઈ ગયો છે.

આજે બપોરે જાહેર થયેલા કોરોના કેસની મળતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે આવેલા ઉમા ટાઉનશીપમાં રહેતા 33 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સેમ્પલ લઈ અમદાવાદની ખાનગી લેબમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં આજે તેંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી તાલુકાના કુલ કેસ 206 અને મોરબી જિલ્લાના કુલ કેસ 258 થયા છે.

આ સમાચારને શેર કરો