હળવદમાં ગત મોડી રાત્રે કોરોનનો એક કેસ નોંધાયો

મોરબી જિલ્લામાં કુલ કેસ થયા 42

હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાનો ઝડપથી ફેલાઇ રહ્યો છે. શનિવારે મોડી રાત્રે ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં કોરોના મુક્ત થયેલા હળવદમાં ફરીથી એક કેસ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 42 પર પોહચી છે.

હળવદમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા પરંતુ તમામ દર્દી સાજા થઈ જતા હળવદ તાલુકો કોરોના મુક્ત થયો હતો. ત્યારે શનિવારે મોડી રાત્રે ફરીથી હળવદમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ હળવદના વણીયાવાડમાં રહેતા 67 વર્ષના વૃદ્ધ દત પ્રકાશ મહેતાનો રિપોર્ટ મોડી રાત્રે પોઝિટિવ જાહેર થયો છે. આ વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. કોરના પોઝિટિવ આવેલ હળવદના વૃદ્ધનું સેમ્પલ ગઈકાલે હળવદ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયુ હતું જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શનિવારે મોરબીમાં 2 અને 1 હળવદમાં આમ શનિવારે મોરબી જિલ્લામા કુલ 3 કેસ થયા છે. જ્યારે આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42 પર પોહચી છે.

આ સમાચારને શેર કરો
  • 28
  •  
  •  
  •  
  •  
  •  
    28
    Shares