Placeholder canvas

મોરબી: એકતા દોડમાં અધિકારી-પદાધિકારીઓએ લગાવી દોડ…

સમગ્ર દેશમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવી ત્યારે મોરબીમાં પણ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે એકતા માટેની દોડ રન ફોર યુનિટીનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પાણી પૂરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યુ હતુ.

મોરબી નગરપાલિકા પટાંગણમાં રન ફોર યુનિટીને ફ્લેગ-ઓફ કરાવતા પહેલા પાણી પૂરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાષ્ટ્ર કાજે સરદાર વલ્લભભાઇ પટેલના યોગદાનને યાદ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની વડપળ હેઠળ કાશ્મીરમાંથી ૩૭૦ કલમ દૂર કરી અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના સ્વપ્નને પૂર્ણ કર્યું હોવાનું પણ ગૌરવભેર જણાવ્યું હતું. ત્યાર બાદ સર્વશ્રીઓ દ્વારા દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે શપથ ગ્રહણ કર્યા હતા અને રન ફોર યુનિટી-એકતા દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સરદાર પટેલની ૧૪૪મી જન્મજયંતીના ભાગરૂપે યોજાયેલ રન ફોર યુનિટી નગરપાલિકા પરિસરથી શરૂ થઇને નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ કરવામાં આવી હતી. જ્યાં ઉપસ્થિત આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ રન ફોર યુનીટી કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરીયા, લાખાભાઇ જારીયા, જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષી, મોરબી પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા વહિવટી તંત્રના કર્મચારીઓ, અધિકારીઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત રન ફોર યુનિટીની દોડમાં મોરબી શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપરાંત શહેર, અને ગ્રામ્ય પોલીસના જવાનો, હોમગાર્ડસના જવાનો, એન.સી.સીના કેડેટ્સ, એન.એસ.એસના વિદ્યાર્થીઓ, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ વિશાળ સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો