Placeholder canvas

હવે,રેઈનકોટ છત્રી કાઢી રાખજો: રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય

બંગાળની ખાડીમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી 14 અને 15મી જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 અને 15મી જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથમાં વરસાદની આગાહી
સુરેન્દ્રનગર, રાજકોટ બોટાદ અને મોરબીમાં વરસાદની આગાહી
દ.ગુજરાતના સુરત, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી
દાદરાનગર હવેલી, ભરૂચ, વલસાડ અને તાપીમાં વરસાદની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને વડોદરામાં સમાન્યથી મધ્યમ વરસાદ પડશે.

તો બીજી તરફ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 14 અને 15 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભરૂચ, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો