Placeholder canvas

તહેવારોની રજામાં ફરવા જવાની રજા: આજી,ન્યારી ડેમ સહિતના સ્થળો પર બંદોબસ્ત

આ વર્ષે સમગ્ર ગુજરાતભરમાં લોકમેળા, ધાર્મિક મેળાવડા સહિતના કાર્યક્રમો બંધ છે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં તહેવારોનો માહોલ જામી ગયો છે પરંતુ ચાલુ વર્ષે તહેવારોની ઉજવણી ફીકી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ વર્ષે સમગ્ર ગુજરાતભરમાં લોકમેળા, ધાર્મિક મેળાવડા સહિતના કાર્યક્રમો બંધ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જે રાજકોટમાં યોજાતો હોય છે તે પણ આ વર્ષે કોરોના મહામારીના કારણે બંધ રાખવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરના જાહેર સ્થળો પર તહેવારો અંતર્ગત ફરવા પર પાબંદી લાદવામાં આવી છે.

રાજકોટના ઈશ્વરીયા પાર્ક, આજી ડેમ, ન્યારી ડેમ, અટલ સરોવર સહિતના સ્થળો પર ફરવા પર પાબંધી લાદવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ કલેકટર રેમ્યા મોહન દ્વારા જાહેર સ્થળો પર લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને ઉપલેટા પાસે આવેલો ઓસમ ડુંગર કે, જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટતી હોય છે ત્યાં પણ પાબંધી લાદવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશથી રાજકોટ શહેરના તમામ જાહેર સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે પણ લોકો જાહેર સ્થળ પર પોતાના પરિવાર સાથે ફરવા જઈ રહ્યા છે તેમને તે જાહેર સ્થળ પર જ અટકાવી પરત ફરવા માટેની ફરજ પણ પાડવામાં આવી રહી છે.

હાલ રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે અને દિવસે વધી રહ્યું છે. ત્યારે તહેવારો અંતર્ગત રજાનો માહોલ છે ત્યારે રજાના માહોલમાં લોકો ફરવા માટે બહાર નીકળી બિનજરૂરી સંક્રમણ ન વધારે કે હાલની પરિસ્થિતિમાં જરૂરી છે જેના કારણે જાહેર સ્થળો પર જવા પર તેમજ ફરવા પર પાબંધી લાદી દેવામાં આવી છે. જેથી તહેવારોની રજા માં ફરવા જવાની કોણ રજા રાખી દેજો…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો