Placeholder canvas

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, નવી ગાઈડલાઈન જાહેર

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી જારી લૉકડાઉનને 30 જૂન સુધી આગળ વધારવામાં આવ્યું છે. આ દરમિયાન રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. આ લૉકડાઉનમાં પણ શરતોની સાથે છૂટ મળશે. આ લૉકડાઉન 5ને ‘અનલૉક 1’ નામ અપાયું છે.


કેન્દ્ર સરકારેે શનિવારે લૉકડાઉન 5 માટે દિશાનિર્દેશોની જાહેરાત કરતા કહ્યું કે આ દરમિયાન આંતર-રાજ્ય અથવા લોકો અને સામાનોના આંતર-રાજ્ય આવવા-જવા માટે અલગથી કોઇ મંજૂરી, ઇ-પરમિશનની જરૂરિયાત રહેશે નહીં. જો કોઇ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બીજા રાજ્યથી આવવા-જવા પર કોઇ પ્રકારનો પ્રતિબંધ લગાવે છે તો તેને આ માટે સાર્વજનિક રૂપે સૂચના આપવી પડશે.

કેન્દ્રે એક નિવેદનમાં કહ્યું કે, જો કોઇ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ, સાર્વજનિક સ્વાસ્થ્યના કારણે અને સ્થિતિના આકલનના આધારે વ્યક્તિઓના આવવા-જવાને લઇને કોઇ દિશા નિર્દેશ જાહેર કર્યો છે, અથવા પ્રતિબંધ લગાવે છે તો તેણે આ પ્રતિબંધના સંબંધમાં પહેલા વિસ્તૃત જાહેરાત આપવી પડશે, ત્યાર બાદ તેને સંબંધિત પ્રક્રિયા આગળ વધારવી પડશે.

અનલૉકના પહેલા તબક્કામાં ધાર્મિક સ્થળો અને જાહેરમાં પ્રાર્થના કરવાના સ્થળો, હોટલો, રેસ્ટોરન્ટ અને અન્ય હોસ્પિટાલીટી સર્વિસીસ, શોપિંગ મોલ્સને ૮ જુન 2020થી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

અનલૉકના બીજા તબક્કામાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરીને ખોલવામાં આવશે. રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોને જે તે શૈક્ષણિક સંસ્થાઓ અને માતાપિતા સાથે આ મુદ્દે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું છે. તેમના પ્રત્યુતર પરથી આ સંસ્થાઓ ક્યારે ખોલવી તેનો નિર્ણય જુલાઈ 2020માં લેવાશે. આ માટે પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય SOP મોકલશે.

અનલૉકના ત્રીજા તબક્કામાં દેશમાં આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થીએટર, બાર, ઓડીટોરિયમ, હોલ્સ અને સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનને લગતા જાહેર સ્થળના મેળાવડાઓ. પરિસ્થિતિ પ્રમાણે ફેઝ 3માં આ પ્રવૃત્તિઓ ક્યારે ખોલવી તે નક્કી કરવામાં આવશે.

અનલૉક-1માં 10 મહત્વની વાતનું ચુસ્ત પાલન કરવું જરૂરી
માનવ સંસાધન મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર અનલૉક-1માં 10 મહત્વની વાતનું ચુસ્ત પાલન કરવું પડશે. જેમાં ફેસ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, મોટા કાર્યક્રમો ન કરવા, જાહેરમાં થુંકવું નહીં, જાહેર સ્થળોએ દારૂ પીવો, પાન ખાવું અને તમાકુંની વસ્તુઓ ન ખાવી, શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવું, જે દુકાનો અને ઓફિસ ખુલે તે નિયમ મુજબ ચાલે, સ્ક્રીંનિગ અને હાઈઝિન જાળવવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

અનલૉક 1ની ગાઇડલાઇન
આખા દેશમાં કોરોનાના નિયંત્રણ માટે સરકારે લાગુ કરેલી નેશનલ ડિરેકટિવ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે

રાત્રી કર્ફ્યું: રાત્રે ૯ થી સવારે 5 કડક કર્ફ્યું રહેશે. સ્થાનિક પોલીસ અને તંત્ર ધારા ૧૪૪ જેવી કલમો વડે કાયદો અને વ્યવસ્થા લાગુ કરશે

કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન: દેશના કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જુન સુધી લોકડાઉન રહેશે. જીલ્લાનું તંત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન વડે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરશે. આ ઝોનમાં જીવન જરૂરિયાત સિવાય કોઈ બહાર નહીં નીકળે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હાઉસ સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં નવા કેસ વધવાની શક્યતા હોય એ વિસ્તારોને બફર ઝોન જાહેર કરી શકાશે. આ ઝોનમાં નિયંત્રણો જીલ્લાનું તંત્ર નક્કી કરી શકશે.

રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાની સ્થિતિ પ્રમાણે પરવાનગી અપાયેલી પ્રવૃત્તિઓ પણ ઘટાડી શકે છે.

આંતરરાજ્યો અને રાજ્યોઈ અંદર અંદર માલસામાનના વહન અને વ્યક્તિઓની અવરજવરને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ માટે કોઈ વિશેષ પરવાનગી કે પાસ નહીં જોઈએ. પરંતુ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોએ જો આ પરિવહનમાં કોઈ નિયંત્રણ મુકવું હશે તો તેમણે પહેલેથી જ જાહેરાત અને વ્યવસ્થા કરી દેવી પડશે. પેસેન્જર ટ્રેનો, શ્રમિક ટ્રેનો, ડોમેસ્ટિક ફ્લાઈટ, વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો, વિદેશોને તેમના દેશ પાછા પહોંચાડવા વગેરે શરુ કરવામાં આવશે.

65 વર્ષથી ઉપરના, જે લોકો પહેલેથી જ રોગોથી પીડાય છે, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને ઘરે જ રહેવાની સલાહ અપાઈ છે.

આરોગ્ય સેતુ એપનો ડાઉનલોડ અને ઉપયોગ સૌથી વધુ કરાવવામાં આવશે. જીલ્લાના તંત્રોને આ એપમાં માહિતી સમય સમયે અપડેટ કરવાની જવાબદારી આપવામાં આવી છે.

ગાઈડલાઈન્સનું કડક પાલન:
રાજ્ય અને કેન્દ્ર સરકારો આ ગાઈડલાઈન્સનું કડક પાલન કરાવશે. આ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જીલ્લાના કલેકટરની રહેશે.

કાયદાકીય દંડ
આ ગાઈડલાઇન્સનું પાલન ન કરતા લોકોને સેક્શન 51 થી 60 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અને IPC 188 હેઠળ દંડ કરવામાં આવશે.
જોકે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ પણ રાજ્યો સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટી તંત્ર 30 જૂન સુધીમાં છૂટ અપાયેલ સેવાઓમાં પ્રતિબંધ મુકી શકે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો