Placeholder canvas

NEETનું રિઝલ્ટ જાહેર:ઓડિશાના શોએબ અને દિલ્હીની આકાંક્ષાનો 720માંથી 720 સ્કોર

NEETની પરીક્ષામાં પહેલીવાર પરફેક્ટ સ્કોર બે વિદ્યાર્થીઓએ કર્યો છે. દિલ્હીની આકાંક્ષાસિંહ અને મૂળ ઓડિશાના અને કોટામાં ભણેલા શોએબ આફતાબે એઆઈઆર-1 સાથે આ પરીક્ષામાં 720માંથી 720 માર્ક્સ મેળવી ઈતિહાસ રચી દીધો છે. અગાઉ આજ સુધી કોઈએ મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 100 ટકા માર્ક્સ મેળવ્યા નહોતા.

રુરકેલાના વતની અને રાજસ્થાનના કોટામાં કોચિંગ મેળવનાર શોએબે આ ઉપરાંત બીજો ઈતિહાસ ઓડિશાથી પહેલીવાર નીટ ટોપર બનીને પણ રચ્યો છે. જોકે એનટીએની આન્સર કી જારી કરાતા જ શોએબ હવે દિલ્હીની એઈમ્સમાં એડમિશન મેળવવા ઈચ્છે છે.

NMC કાઉન્સેલિંગ કરશે
આ પરીક્ષામાં જે ઉમેદવારોના માર્ક્સ 50 ટકાથી વધુ હશે તેને સફળ મનાશે. જોકે મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજમાં એડમિશન માટે સીટ મેરિટ આધારિત કાઉન્સેલિંગથી અપાશે. પ્રવેશ માટે હવે મેડિકલ કાઉન્સેલિંગ ઓફ ઈન્ડિયાના સ્થાને બનેલા નેશનલ મેડિકલ કમિશન દ્વારા કાઉન્સેલિંગ અપાશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો