Placeholder canvas

વિરપુર પાસે ધો-10 અને ધો-12ની ઉત્તરવહીઓ રસ્તા પર રઝળતી મળી આવી…!!

હવે તો હદ થઈ ગઈ: ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં કયારેય ન કરતી હોય તેવી ઘટના સામે આવી…!! વિદ્યાર્થી કરેલા આખા વર્ષની મહેનતનું પરિણામ રસ્તા ઉપર જતું જોવા મળ્યું…!!!

રાજકોટ : ધોરણ-10 અને ધોરણ-12ના બોર્ડની પરીક્ષાઓ ગઇકાલે (17 માર્ચ, 2020)ના રોજ પૂરી થઈ ગઈ છે. પરીક્ષા પૂરી થયા બાદ હવે ઉત્તવહીઓની ચકાસણી કરીને પરીણામ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ થશે. આ માટે અલગ અલગ સેન્ટરોમાં પેપરો તપાસવા મોકલવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટના વીરપુર નજીક વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. અહીં એક ઓવરબ્રિજ પરથી ધોરણ-10 અને ધોરણ-12ની ઉત્તરવહીઓ રઝળથી પડેલી જોવા મળી છે. જે બાદમાં અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, ઉત્તરવહીઓ મળવા બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે વીરપુર પાસેના એક બ્રિજ પર બોર્ડની ઉત્તરવાહીઓ રસ્તા પર પડી હોવાનું માલુમ પડ્યું છે. આ ઉત્તરવહીઓ મહેસાણા જિલ્લાના પરીક્ષાર્થીઓની હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. આ ઉત્તરવહીઓ અહીં કોઈ ફેંકી ગયું છે કે પછી મહેસાણાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવા માટે અહીં લાવવામાં આવતી વખતે ભૂલને કારણ રસ્તા પર પડી ગઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વીરપુરમાંથી ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની ઉત્તરવાહી રસ્તા પર પડી હોવા મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું હતું કે, આ મામલે બેદરકારી દાખવનાર કર્મચારી અને અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. અનેક ઉત્તરવહીઓ ફાટી ગયેલી હાલતમાં : બ્રિજ પરથી જે ઉત્તરવહીઓ મળી આવી છે તેમાંથી મોટાભાગની ઉત્તરવાહીઓ ફાટી ગઈ છે. કારણ કે રસ્તા પર પડ્યા બાદ તેના પરથી અનેક વાહનો પસાર થયા હતા.

આ ઉપરાંત પવનને કારણે ઉત્તરવહીઓ આમતેમ ઉડતી જેવા મળી હતી. અનેક ઉત્તરવહીઓના પાના ફાટી ગયા હતા તેમજ બ્રિજ પર આમતેમ ઉડતા જોવા મળ્યા હતા. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ રાત દિવસ એક કરીને મહેનત કરતા હોય છે ત્યારે તેમની મહેનત સસ્તા પર આવી રીતે રઝળતી મળતા આ મામલે વાલીગણે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમાચારને શેર કરો