Placeholder canvas

વાંકાનેર: રાતીદેવડી આસોઇ નદીમાં ડૂબેલા મહેન્દ્રને શોધવા ગાંધીનગરથી NDRFની ટીમ આવી પહોંચી

વાંકાનેર રાતી દેવડી ગામ ખાતે થી પસાર થતી આશય નદીમાં તારીખ 5 ના રોજ નાવા ગયેલ મહેન્દ્ર ગણપતભાઇ સાગઠીયા ઉ.વ.10 પાણીમાં ડૂબી જતા તારીખ માર્ચ ના રોજ સ્થાનિક લોકોએ તપાસ કરી હતી પરંતુ મહેન્દ્ર ને શોધવાની સફળતા મળી ન હતી.

ગત તારીખ 6 ના રોજ રાજકોટ એનડીઆરએફની ટીમ વહેલી સવારથી જ આ કામમાં લાગી ગઈ હતી અને મોડી સાંજ સુધી આખો દિવસ મહેન્દ્રને શોધવાની કામગીરી હાથ ધરી હતી લગભગ ઘટનાસ્થળેથી ચાર કિલોમીટર દુર સુધી નદીમાં તપાસ કરી પણ મહેન્દ્ર ને શોધવાની સફળતા તેમને મળી ન હતી.

જેથી આજે વહેલી સવારે ગાંધીનગર થી એનડીઆરએફની ટીમ સંપૂર્ણ સાધનોથી સુસજ્જ 20- 25 જવાનોના ટીમ સાથે આવી પહોંચી છે તેઓ સાથે લાવેલ બોટ તૈયાર કરીને ઘટનાસ્થળેથી તપાસ શરૂ કરી દીધી છે આ એનડીઆરએફની ટીમ આજે આખો દિવસ તપાસ કરશે ઘટનાસ્થળેથી તેવો પંચાસીયા તરફની નદીમાં તપાસ કરતાં કરતાં આગળ વધશે. આ ગાંધીનગરથી આવેલી એનડીઆરએફની ટીમ સંપૂર્ણ સાધનોથી સુસજ્જ છે જેથી લોકો આશા સેવી રહ્યા છે કે મહેન્દ્ર અને શોધવામાં તેમને સફળતા મળી જશે.

ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ આવ્યાના સમાચાર મળતાં જ રાતીદેવડી ગામમાંથી અને ઘટના સ્થળ પરથી પસાર થતાં વાંકિયા પંચાસીયા રસ્તા પરના રાહદારીઓ આ NDRFની કામગીરી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના બની છે ત્યારથી રાતીદેવડી ગામના મૂળ રહેવાસી અને વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા સતત ઘટનાસ્થળે હોય છે અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં રહે છે અને તેઓના સતત પ્રયત્નો થી જ આજે ગાંધીનગર NDRGની ટીમ અહીં આવી પહોંચી છે અને મહેન્દ્રની શોધ કરવામાં લાગી પડી છે.

જુઓ વિડિયો….

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો