Placeholder canvas

ગુજરાતભરના આશાવર્કર, આંગણવાડી, ફેસીલીએટર, મધ્યાન્હ ભોજન સેવાર્થીઓની આજે હડતાલ

કોરોના કામગીરીનુ ભથ્થુ, કાયમી કરવા સહિતની માંગણી પૂર્ણ નહી થતા રોષ

આજે લઘુત્તમ વેતન સહિતના પ્રશ્ને ગુજરાતના આશાવર્કર, આંગણવાડી, ફેસીલીએટર, મધ્યાન્હ ભોજન સેવાર્થીઓની રાજ્યવ્યાપી હડતાલ જાહેર કરી છે.

દેશભરમાં છેલ્લા ૪૫ વર્ષથી મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે કુપોષણ તથા પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે ૨૭ લાખ આંગણવાડી બહેનો સેવા આપે છે અને ગુજરાતમાં સેવા બજાવે છે તથા દેશભરમાં આરોગ્ય ૧ લાખ બહેનો વિભાગનાં નેશનલ હેલ્થ મીશન તળે ૨૨ લાખ અને ગુજરાતમાં ૪૦ હજાર આશા વર્કરો અને ફેસીલીએટર બહેનો સેવા બજાવે છે.

છેલ્લા બે વર્ષથી દિવસ-રાત જોયા વિના સતત વેકસીનેશન, ટેસ્ટીંગ, સર્વે સહિતની જીવના જોખમે આશા વર્કરો તથા આંગણવાડી વર્કરો અને ફેસીલીએટર બહેનોએ કામગીરી બજાવી છતાં મઝાકરૂપ ભથ્થુ અપાય છે. લાંબા સમયથી સેવા છતાં કાયમી કરાતા નથી. લઘુતમ વેતન અપાતું નથી તેથી દેશનાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન ધ્વારા તમામ સક્રીય વર્કરોની તા. ૨૪ ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલ જાહેર કરેલ છે તેમાં ગુજરાતનાં આશા વર્કરો આંગણવાડી વર્કરો- ફેસીલીએટર બહેનો જોડાશે.

૨૪ મી એ વડાપ્રધાનને તથા મુખ્યમંત્રીને સંબોધતા આવેદન પત્ર દ્વારા આશા-આંગણવાડી-ફેસીલીએટર બહેનોને કાયમી કરો- રૂ। . ૨૧૦૦૦ | – લઘુતમ વેતન આપો, કોવીડ કામગીરીના એરીયર્સ સહિત દૈનિક રૂા. ૩૦૦ – ચૂકવો, કોરોના કામગીરીથી અસરગ્રસ્ત બહેનોનાં અવસાન બાબતે વળતર ચૂકવો, સારવાર ખર્ચ આપો, પેન્શન, ગ્રેચ્યુઈટી, ઈ.એસ.આઈ કાયદો લાગુ પાડો સહિતની માંગણીઓ ગુજરાતમાં અતિ જોખમી કોવીડની જીવના જોખમે કામગીરી બજાવતી આશા વર્કર તથા ફેસીલીએટર બહેનોને માર્ચ ૨૧ પછી કોવીડની કામગીરીનું સરકારે જાહેર કરેલું નજીવુ ભથ્થુ ચુકવાયેલ નથી. આંગણવાડી વર્કરોને છેલ્લા બે વર્ષથી કોવીડની કામગીરી કર્યા છતાં કોવીડ કામગીરીનું ભથ્થુ ચુકવાયેલ ન હોઈને ભારે રોષ પ્રવર્તિ રહેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો