Placeholder canvas

વાંકાનેર: ઢુવા-માટેલ રોડ પરથી મુન્નાભાઇ MBBS ઝડપાયો

વાંકાનેર : મોરબી જિલ્લામાં મુન્નાભાઈ એમબીબીએસ બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય એસઓજી ટીમે જન આરોગ્ય સાથે ચેડાં કરતા આવા ઉંટવૈદને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબી એસઓજી ટીમે બાતમીના આધારે વાંકાનેરમાં ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરીને માનવ આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ અમરધામ સામે જતા રસ્તે આવેલ એસ્કોન વીટ્રીફાઇટ કારખાનની સામે આવેલ નામ અને મેડિકલની ડીગ્રી વગરનુ દવાખાના ચાલવી બોગસ ડોક્ટર જન આરોગ્ય સામે ખીલવાડ કરે છે.

આ પ્રકારની બાતમી મળતા એસઓજી ટીમ ઉપરોક્ત સ્થળે ત્રાટકી હતી અને પોલીસની તપાસમાં આરોપી ગોલક વિશ્વાસ પ્રફુલ્લો વિશ્વાસ (ઉ.વ.૪૨, રહે. હાલ માટેલ ખોડીયાર માતાના મંદીરની બાજુમા, તા.વાંકાનેર, જી.મોરબી, મુળ રહે.બહીરગચી, તાલુકો-રાનાઘાંટ, જીલ્લો નદીયા પચ્ચીમ, બંગાળ) પોતાના કબજા ભોગવટાના નામ વગરના દવાખાનામાં કોઇપણ પ્રકારની ડીર્ગી વગર બીમાર દર્દીઓની સારવાર કરતા મનુષ્યની જિંદગી કે અન્ય વ્યકિતઓની શારીરીક સલામતી જોખમમા મુકાય તે રીતે પ્રેકટીસ કરી એલોપેથીક દવા આપતો હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે આ બોગસ ડોક્ટરને જુદી જુદી દવાઓ કિ.રૂ. ૧૩ ૮૮૧ નો મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો