વાંકાનેર: માટેલ રોડ ઉપરથી મુનાભાઈ એમબીબીએસ ડોકટર પકડાયો

વાંકાનેર : મોરબી એસઓજીની ટીમે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ ચોકડી નજીક પ્રયાસ ચેમ્બરમાં મેડીકલ ડીગ્રી વગર પટેલ ક્લિનિક નામનું દવાખાનું ખોલીને જન આરોગ્ય સાથે ચેડાં કરતા મુનાભાઈ એમબીબીએસ બોગસ ડોકટરને ઝડપી લીધો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જિલ્લામાં મેડિકલની ડીગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરોને ઝડપી લેવાની સૂચના આપતા એસઓજી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફે આ દિશામાં તપાસ હાથ ધરી હતી.

ચોકસસ બાતમી મળતા એસઓજીના સ્ટાફ કિશોરભાઈ મકવાણા,રસિકભાઈ કડીવાર, જયપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, સતીષભાઈ ગરચર, યોગેશદાન ગઢવી સહિતનાએ ઢુંવાના પ્રાથમિક હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરને સાથે રાખીને વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ ચોકડી નજીક પ્રયાસ ચેમ્બરમાં આવેલ પટેલ ક્લિનિક નામનું દવાખાનામ ચેકિંગ હાથ ધર્યું હતું

તે દરમિયાન આરોપી પ્રવીણભાઈ મનસુખભાઇ વઘાસિયા ( રહે, ઉમા ટાઉનશીપ, સત્યમ હાઈટ એ બ્લોક નંબર-402 મોરબી) કોઈપણ જાતની મેડિકલ ડ્રિગી વગર આ દવાખાનું ચાલવી જન આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું ખુલ્યું હતું.આથી પોલીસે દવાનો જથ્થો, મેડિકલના સાઘનો સહિત કુલ રૂ.15655 ના મુદ્દામાલ સાથે આ બોગસ ડોકટરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  • 184
  •  
  •  
  •  
  •  
  •  
    184
    Shares