સાંસદ મોહન કુંડરિયા કોરોના પોઝિટિવ : હોસ્પિટલમાં દાખલ કરાયા

કુંડરિયાએ ખુદ ટ્વિટર પર જાણકારી આપી

મોરબી : મોરબી જિલ્લા ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે મોહનભાઈએ તેમના પોતાના ઓફિયલી ટ્વિટર હેડલ પર જણાવ્યું હતું કે મને કોરોના ના શરૂઆતી લક્ષણ જણાતા આજે મેં કોરોના રિપોર્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થયેલ છું. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ લોકોને અપીલ કે તેઓ પણ સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થવા અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી.

સાંસદ મોહનભાઇ કુંડારીયાનો કોરોના રિપોર્ટ પીઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. ટ્વીટર અને ફેસબુક પર સ્વયં કુંડારિયાએ જ આ અંગેની માહિતી શેર કરી હતી. કોરોના ટેસ્ટના સામાન્ય લક્ષણો જણાતા બે વખત ટેસ્ટ કરાવ્યો હતો. જો કે, જ્યારે RTPCR ટેસ્ટ કરાવતા તેમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 40
  •  
  •  
  •  
  •  
  •  
    40
    Shares