Placeholder canvas

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન

રાજ્યસભાના સાંસદ અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે. અભય ભારદ્વાજની ચેન્નાઇ સારવાર શરૂ હતી પરંતું મલ્ટી ઓર્ગન ફેઇલ્યોરના કારણે તેમને રિકવરી આવી રહી નહોતી. છેલ્લા કેટલાય મહિનાથી તેઓ હૉસ્પિટલના બિછાને હતા. અહેમદ પટેલના નિધન બાદ અભય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાના ગુજરાતના બે સાંસદોને કોરોના ભરખી ગયો છે.

વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરીને લખ્યું કે અભય ભારદ્વાજ એક ઉચ્ચકોટીના વકીલ હતા જેમણે કાયમ સમાજની સેવા કરી હતી. એક બુદ્ધીજીવી અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ વ્યક્તિની ખોટથી દુ:ખી છું. તેમના પરિવાર અને મિત્રોને મારી શ્રદ્ધાંજલિ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર અંશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 દિવસ બાદ તેમની સ્થિતિ હજુ પણ ગંભીર હતી. તેથી વધુ સારવાર માટે અમદાવાદથી ડોક્ટોરોની ટીમને રાજકોટ સિવિલ મોકલવામાં આવી હતી. પરંતુ તબીયતમાં કોઈ સુધારો ન હોવાને કારણે સુરતથી ચાર ડોક્ટરોની ટીમ મોડી રાત્રે વિશેષ વિમાન થકી રાજકોટ પહોચ્યા હતા. દરમિયાન તેમની તબિયતમાં સુધારો ન આવતા તેમને ચેન્નઇ દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ હતી. તેમનું નિધન થયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો