Placeholder canvas

આગમચેતી: ‘મહા’ વાવઝોડાના કારણે મોરબી જિલ્લાની 45 સગર્ભાને સલામત સ્થળે ખસેડાઇ

મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની આગાહીને પગલે જિલ્લા આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં લીધા છે.જેમાં આ દિવસોમાં ડીલેવરીની તારીખ આવતી હોય એવી સગર્ભા મહિલાને પ્રસૂતિમાં મુશ્કેલી ઉભી ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 120 જેટલી સગર્ભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.જેમાંથી 45 મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી છે.જે પૈકીની 26 મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી છે.

રાજ્યમાં હવામાન ખાતા દ્વારા મહા વાવાઝોડાની મોરબી જિલ્લામાં અસર થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. તેથી મોરબી જિલ્લામાં સમગ્ર જિલ્લા તંત્ર એક્શન મોડ ઉપર છે.એ સાથે મોરબી જિલ્લાના આરોગ્ય તંત્ર પણ એલર્ટ બનીને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. આ વાવઝોડાની અસર થાય તો આ વાવાઝોડાની તારીખમાં જે સગર્ભાની ડિલિવરીની તારીખ આવતી હોય તેવી સગર્ભાઓને પ્રસુતિ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્ગભા મહિલાઓની ડિલેવરીની સમગ્ર વિગતો મેળવીને તેઓને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ વાવાઝોડાના સમય દરમિયાન જે મહિલાઓની ડિલિવરીની તારીખ આવતી હોય અને અસરગ્રસ્ત વિસ્તારમાં હોય તથા તેમને સલામત સ્થળે ખસેડવાની બાકી હોય તેવી મહિલાઓએ મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાનો સંપર્ક સાધવાનો અનુરોધ કરાયો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો