અન્ય યાર્ડ બંધ થતાં વાંકાનેર યાર્ડમાં કપાસની ચિક્કાર આવક: જગ્યા નાની પડી !

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કપાસની ઉતરાઇ ‘ફટાફટ બંધ’ કર્યાના અને આવા નિર્ણય એક દિવસ અગાઉ શા માટે નથી લેવામાં આવતો? ખેડૂતોને આ નિર્ણયની જાણ ન હોય તેવોને ધકો થાય અને આર્થિક નુકસાન થાય તે શા માટે ધ્યાનમાં લેવામાં નથી આવતું? વગેરે બાબતનો અહેવાલ કપ્તાનતાં વેબ પોર્ટલ પર અપલોડ થતા વાંકાનેર એપીએમસીના ચેરમેન શકીલ પીરઝાદાએ કપ્તાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ થતા કપાસની આવક બે થી ત્રણ ગણી વધી ગઈ હતી અને કપાસ ઉતારવા માટેની જગ્યા વાંકાનેર યાર્ડમાં ન હોવાથી તેમજ વરસાદી વાતાવરણ હોવાના કારણે અમારે આ નિર્ણય લેવો પડ્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજે વાંકાનેર એપીએમસીમાં મોટાભાગના કપાસનું વેચાણ થયું છે અને હવે પછી એપીએમસીમાં જગ્યા હોય એ મુજબ ખેડૂતોને કપાસ ઉતારવા દેવામાં આવશે. આમાં અમારે ખેડૂતોને કોઈ હેરાન કે આર્થિક નુકશાન કરાવવાનો હેતુ નહિ પરંતુ અન્ય યાર્ડ બંધ થતાં વાંકાનેર યાર્ડમાં કપાસની આવક એકદમ વધી જતા અમારે આ મજબૂરન નિર્ણય લેવો પડ્યો હતો. આમ છતાં ખેડૂત ભાઈઓને કોઈ મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવાની સ્ટાફને સૂચના પણ આપી હતી.

જેથી હવે પછી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જે ખેડુતો પોતાનો કપાસ વેચવા માટે લાવવા ઈચ્છતા હોય તેઓએ પહેલા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ઓફિસમાં અથવા તો તેઓના દલાલનો સંપર્ક કરીને ઉતરાઈની માહિતી મેળવ્યા બાદમાં જ કપાસ લાવવાનું તેઓએ અંતમાં જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •