Placeholder canvas

મોરબીનો ઝૂલતો પુલ 26મી જાન્યુઆરીથી બંધ.! કેમ? જાણવા વાંચો.

મોરબી: વર્ષો પહેલા મોરબીના ઓરેવા ટ્રસ્ટને મોરબીના ઝુલતા પુલની સંપૂર્ણ જવાબદારી તેના નિભાવ સાથે સોપી દેવામાં આવી હતી. પણ તે સમય મર્યાદા પૂરી થઇ ગયેલ હોવાથી છેલ્લા એક વર્ષમાં તંત્રને એક નહિ પરંતુ 25 જેટલા પત્રો લખવામાં આવ્યા હોવા છતાં જોખમી ઝુલતા પુલની જવાદારી સંભાળવામાં આવી નથી મોરબીનો ઝૂલતો પુલ છેલ્લા ઘણા સમયથી જોખમી બની ગયો છે માટે ઓરેવા ટ્રસ્ટ દ્વારા વધુ એક વખત કલેકટરને પત્ર લખીને યોગ્ય નિર્ણય કરવા માટેની જાણ કરવામાં આવી છે સાથોસાથે આગામી 26મી તારીખથી આ પુલને ઓરેવા ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવશે તે અંગેની જાણ કરવામાં આવી છે.

હેરીટેજમાં લેવા સમાન મોરબીની ઝૂલતો પુલ જોખમી બની જવા છતાં તંત્ર દ્વારા તેની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે જેથી બહારથી ફેમીલી સાથે ઝુલતા પુલ જોવા માટે તેમજ હરવા ફરવા માટે આવતા લોકોના પરિવારજનો માટે આ પુલ જોખમી કે પછી જીવલેણ સાબિત થાય તેમ છે.

મોરબીના ઓરેવા ટ્રસ્ટને પુલની જવાબદારી સોપવામાં આવી હતી તે સમય મર્યાદા પૂરી થઇ ગયેલ છે જેથી કરીને છેલ્લા એક વર્ષમાં ઓરેવા ટ્રસ્ટ દ્વારા પાલિકામાં 25 થી વધુ વખત લેખિતમાં રજૂઆત કરીને ઝુલતા પુલની જવાદારી સંભાળવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ કે એક વર્ષમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી હાલમાં ઓરેવા ટ્રસ્ટ દ્વારા જીલ્લા કલેકટરને ઝૂલતો પુલ બંધ કરવા માટેની જાણ કરી દેવામાં આવી છે.

ઓરેવા ટ્રસ્ટ દ્વારા કલેકટરને લખવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે, તા 13/1/18 થી અત્યાર સુધીમાં પાલિકામાં ઝુલતા પુલની જવાદારી સંભાળવા માટે 25 થી વધુ વખત લેખિતમાં કહેવામાં આવ્યું છે પરંતુ પાલિકા જવાબદારી સંભાળતી નથી અને કોઇપણ જવાબ પણ પાલિકામાંથી આપવામાં આવ્યો નથી દરમ્યાન હાલમાં ઝુલતા પુલના પતરામાં ઘણી જગ્યાએ ડેમેજ થયું હોવાથી આ પુલ સહેલાણીઓ માટે ગમે ત્યારે જોખમી કે જીવલેણ સાબિત થાય તેવો બની ગયો છે. કોઈ અકસ્માતનો બનાવ બનશે તો તેના માટે ટ્રસ્ટની કોઈ જવાબદારી રહેશે નહિ તેમજ તા 26/1/2020થી ઝુલતા પુલને કાયમી બંધ કરી દેવામાં આવશે તેની જાણ કરીને ટ્રસ્ટને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો