Placeholder canvas

મોરબી: મુસ્લિમ અગ્રણી અને તેના પુત્રના મર્ડરનું કારણ ચૂંટણીનું વેરઝેર

મોરબી પાલિકાના ઉપપ્રમુખ અને પુત્રની બેવડી હત્યાની મૃતક ફારૂકભાઈના પત્ની રજીયાબેને પાંચ શખ્સોએ સામે ફરિયાદ નોંધાવી

મોરબી : ક્રાઈમ નગરી મોરબીમાં ગઈકાલે રાત્રે મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રને ચૂંટણીના વેરઝેરમાં માથાભારે ઈસમોએ ઘરે જઈ ધારીયા, છરી જેવા તીક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બેવડી હત્યા મામલે મૃતક ફારૂકભાઈ મોટલાણીના પત્ની રજીયાબેને પાંચ શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બેવડી હત્યાના બનાવ અંગે મળેલી માહિતી મુજબ ગતરાત્રીના મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ પોતાના ઘરે હાજર હતા ત્યારે પાંચેક જેટલા શખ્સોએ ધારીયા, છરી જેવા ઘાતક હથિયારો ધારણ કરી પિતાપુત્ર ઉપર હુમલો કરતા બન્નેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના અંગે મૃતક ફારૂકભાઈના પત્ની રજીયાબેન મોટલાણીએ દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અગાઉ ચૂંટણીના વેરઝેરમાં ઉપરોકત પાંચેય શખ્સોએ એક સંપ કરી પોતાના પતિ અને પુત્રને છરી, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો