Placeholder canvas

મોરબી: 6500 પરપ્રાંત્ય મજુરોને વતન જવાની મળી મંજુરી,90 હજારથી વધુ ઑનલાઇન અરજીમાં અટવાયા…

મોરબીમાં પરપ્રાંતિય શ્રમિકોની સ્થિતિ અત્યંત દયનિય થઇ ગઈ છે , જેમાં મોરબીમાં આજદિન સુધી 90 હજાર જેટલા શ્રમિકોની આરોગ્યની તપાસ કરવાં આવી છે. જેમાં કુલ 6500 શ્રમિકોને જ હાલ મંજૂરી આપવામાં આવી છે. તો ઓનલાઇન અરજી કરવામાં પણ શ્રમિકો અટવાયા છે.

મોરબીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગો હોવાથી શ્રમિકોની સંખ્યા પણ વધુ છે. જેમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો પોતાના વતન પરત જવા માટે એકઠા થયા છે. જેમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ આજદિન સુધીમાં 90 હજાર શ્રમિકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી છે. જેમાં આજદિન સુધીમાં 2197 ઓનલાઇન અરજીઓ આવી હતી જેમાંથી 1100 જેટલી અરજીઓ મંજૂર કરી અને 6500 જેટલા લોકો ને જવા માટે પરમિશન આપી દેવાં આવી છે. જયારે 800 થી વધુ અરજીઓ પેન્ડિગ છે. જો કે આ રીતે ત્રણ લાખ શ્રમિકો ક્યારે તેના વતન પરત પહોંચશે એ કહેવું મુશ્કેલ છે પરંતુ એક વાત ચોક્કસથી છે કે મોરબીઓમાં કામ કરતા શ્રમિકોની સ્થિતિ અત્યંત દયનિય બની ગઈ છે. શ્રમિકો આજે પોતાના પરિવાર અને પોતાના વતન જવા માટે કરગરી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો