Placeholder canvas

મોરબી: 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા : હવે 12 ઉમેદવારો મેદાનમાં

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લા દિવસે અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરિયા સહિત 8 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા, હવે ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 12 ઉમેદવારો વચ્ચે મોરબી પેટા ચૂંટણીનો જંગ લડાશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એક સ્થાનિક પક્ષ તેમજ 9 અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને આવ્યા છે.

મોરબી વિભાનસભા પેટા ચૂંટણી માટે કુલ 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે કુલ 8 અપક્ષ ઉમેદવારોએ મેદાન છોડી દીધું છે. જેમાં પરમાર વિપુલ જેરામભાઈ, પંકજ કાંતિલાલ રણસરિયા, ખાંભરા મેરામ બીજલભાઇ, સુમરા નિયામતબેન હનીફભાઈ, આરીફખાન મહંમદ હુસેન, મીરાણી વિવેક જયંતીલાલ, ગોગરા દીપકભાઈ ગાંડુંભાઈ અને ચનાણી મુસા અભરામએ ફોર્મ પરત ખેંચ્યા છે. ફોર્મ પરત ખેંચાયા બાદ હવે કુલ 12 ઉમેદવારો ફાઇનલ મેદાનમાં રહ્યા છે. જેમની વચ્ચે આ ચૂંટણી જંગ લડાશે…

ફાઇનલ ઉમેદવારોની યાદી

1) ભાજપ – બ્રિજેશ મેરજા
2) કોંગ્રેસ – જયંતિભાઈ પટેલ
3) ઓલ ઇન્ડિયા મજલિસ -એ- ઇન્કલાબ- એ-મિલ્લત – ભટ્ટી હુસેન
4) અપક્ષ ઉમેદવાર – સુુુુુમરા કાસમ હાજીભાઇ
5) અપક્ષ ઉમેદવાર – જાદવ ગીરીશભાઈ ગોવિંદભાઇ
6) અપક્ષ ઉમેદવાર – જેડા અબ્દુલભાઇ હાજીભાઇ
7) અપક્ષ ઉમેદવાર – પરમાર વસંતલાલ દામજીભાઇ
8) અપક્ષ ઉમેદવાર – બ્લોચ ઇસ્માઇલ યારમહમ્દભાઈ
9) અપક્ષ ઉમેદવાર – ભીમાણી જ્યોત્સનાબેન સવજીભાઈ
10) અપક્ષ ઉમેદવાર – મકવાણા પરષોત્તમ વાલજીભાઇ
11) અપક્ષ ઉમેદવાર – મોવર નિઝામભાઇ ગફૂરભાઇ
12) અપક્ષ ઉમેદવાર – સિરાજ પોપટિયા અમીરઅલી

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો