Placeholder canvas

મોરબી: LCB PI વી.બી.જાડેજાને હોમ ક્વોરન્ટાઇન કરાયા

બંદોબસ્ત દરમિયાન કોરોના પોઝીટીવ સુરતના એ.સી.પી. સરવૈયાના સંપર્કમાં આવ્યા હતા

મોરબી : કોરોનાની મહામારીમાં લોકડાઉન હોય કે અનલોક પોલીસ ખાતું સતત ખડેપગે રહી કાર્ય કરી રહ્યું છે. અત્યાર સુધી મોરબી જિલ્લામાં કુલ 6 પોઝિટિવ કેસ આવ્યા છે. ત્યારે હાલમાં મોરબીની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

મળેલ માહિતી મુજબ મોરબીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના પી.આઈ. વી. બી. જાડેજા કોરોના પોઝીટીવ સુરતના એ.સી.પી. સરવૈયાના સંપર્કમાં આવ્યા હતા. તેથી, તેઓને આરોગ્ય તંત્ર દ્વારા 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલમાં મોરબી જિલ્લા એલ.સી.બી.ના પી.આઈ. તરીકેનો ચાર્જ મોરબી જીલ્લા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ના પી.આઈ. જે.એમ.આલને સોંપવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો