Placeholder canvas

મોરબીને મળી મેડિકલ કોલેજ, સરકારેની સત્તાવાર જાહેરાત

ડે. સી.એમ. નીતિનભાઈ પટેલે મોરબી સહિતના જિલ્લામાં મેડિકલ કોલેજ બનવવાની જાહેરાત કરી.

મોરબી : મોરબીવાસીઓની મેડિકલ કોલેજ બનનાવાની વર્ષોની માંગણી અંતે સરકારે સ્વીકારી છે. Dy. C.M. નીતિનભાઈ પટેલે મોરબી સહિતના જિલ્લામાં આજે સત્તાવાર રીતે મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે.મોરબીમાં મેડીકલ કોલેજ બનાવવાની જાહેરાત થતા ધરઆંગણે મેડિકલ છાત્રો અભ્યાસ કરી શકશે અને લોકોની આરોગ્યની સુખકારીમાં વધારો થશે.

મોરબીમાં મેડીકલ કોલેજ બનાવવાની સરકાર દ્રારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.આજે રાજ્યના Dy. C.M. નીતિનભાઈ પટેલે મોરબી ઉપરાંત પંચમહાલ, ગીર સોમનાથ, દ્રારકા, બોટાદમાં મેડિકલ કોલેજ બનાવવાની સત્તાવાર ઘોષણા કરી છે. જો કે લાંબા સમયથી મોરબીવાસીઓ મેડિકલ કોલેજ બનાવવાની માંગણી કરી રહ્યા હતા. તે અંતે સ્વિકારતા મોરબીવાસીઓમાં હરખની લાગણી છવાઈ ગઈ છે. મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવાથી ઘરઆંગણે મેડિકલ છાત્રોને મેડિકલ અભ્યાસ માટે સારી સવલત મળી રહેશે અને લોકોને ઘર આંગણે સારી આરોગ્ય સુવિધા મળી રહેશે. મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવાના સરકારના નિર્ણયને સમગ્ર મોરબી જિલ્લાના નાગરિકોએ ઉમળકાભેર વધાવ્યો છે.

મોરબીને મેડિકલ કોલેજ આપવાની જાહેરાતને આવકારતા ધારાસભ્ય મેરજા

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાઍ જણાવ્યું છે કે મેડિકલ કોલેજ આવવાથી મોરબી જિલ્લાના દર્દીઓને સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોની અદ્યતન સારવારનો લાભ મળશે. મોરબીને મેડિકલ કોલેજ મળતા હળવદ, કચ્છના રાપર, ભચાઉ તેમજ જોડિયા, આમરણ ચોવીસી વિસ્તાર, માળિયા તાલુકા, ટંકારા, વાંકાનેર સહિતના પંથકમાં લોકોને અદ્યતન આરોગ્ય સુવિધા સાંપડશે. તેમજ મોરબી જિલ્લાના જે વિદ્યાર્થીઓએ મેડિકલના અભ્યાસ માટે દૂર દૂર સુધી જવું પડતું હતું તે મુશ્કેલી પણ દૂર થશે અને ઘર આંગણે મોરબીમાં મેડિકલના અભ્યાસની સુવિધા સાંપડશે.

આ સમાચારને શેર કરો