Placeholder canvas

મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચના કરવામાં આવી

ગુજરાત સરકાર ના ગૃહવિભાગ દ્વારા મોરબી જિલ્લા માં કોમી સદભાવ જળવાઈ રહે અને તંગદિલી નિવારવા જિલ્લા એકતા સમિતિ ની રચના કરવા જિલ્લા કલેકટર શ્રી આર,જે,માકડીયાને કરેલ આદેશ બાદ, કાર્યવાહીને અંતે પ્રભારી મંત્રી મોરબી જિલ્લા તેમજ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચનામાં આવેલ સરકારી, બિનસરકારી નામો સાથે “મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચના કરવામાં આવેલ છે.”

આ સમિતિમાં સરકારી સભ્યમાં અધ્યક્ષ સ્થાને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જે,બી,પટેલ, જિલ્લા પોલીસ અધિકારી કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી ખટાણા, જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકીની સભ્ય તરીકે તેમજ નિવાસી અધિક કલેકટર કેતનભાઈ જોષી ની સભ્ય સચિવ પદે નિમણુંક કરવામાં આવી છે.

બિનસરકારી સભ્યોમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા (રાજકોટ), ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ( મોરબી માળીયા),ધારાસભ્ય મંહમદ જાવીદ પીરજાદા ( વાંકાનેર), કિશોરભાઈ ચીખલીયા (પ્રમુખ જિલ્લા પંચાયત ), નાગજીભાઈ ડાયાભાઇ બાવરવા, પી,ડી,કાંજીયા, અગ્રગણ્ય નાગરિકો અરવિંદભાઈ રાઠોડ (અનુ.જાતી), લાલચંદભાઈ જ્યોતિભાઈ ટાવીયાડ (અનુ.જનજાતિ), શ્રીમતી ભગવતીબેન રણછોડભાઈ દલવાડી ( મહિલા સભ્ય), ગોવિંદભાઇ સોમાભાઈ દેસાઈ (સા,સૌ,ય,વર્ગ ઓબીસી), ઇસ્માઇલભાઈ ફતેહમંહમદભાઈ કડીવાર( લઘુમતી), કે,સી,જાડેજા (ટ્રેડ યુનિયન સભ્ય) અને પ્રવીણભાઈ વ્યાસ (પત્રકાર) તમામની સભ્ય તરીકે બે વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો