Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે ચંદુભાઈ સિહોરા

ઉપ પ્રમુખ પદે જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા અને કારોબારી ચેરમેન પદે જયંતિભાઈ પડસુમ્બિયા, દંડક તરીકે હીરાભાઈ ટમારીયા અને શાસકપક્ષના નેતા તરીકે ઝાહિર અબ્બાસ યુસુફભાઇ સેરસીયા

મોરબી : આવતીકાલે સવારે 11 વાગ્યે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાશે. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખપદે ચંદુભાઈ સિહોરા અને ઉપપ્રમુખ પદે જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના નામ ફાઇનલ થયા હોવાની વિગતો મળી છે.

મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 14 બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, આવતીકાલે સવારે 11 વાગ્યે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાનાર હોય ભારતીય જનતા પક્ષના ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્રો ભર્યા હતા.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હળવદ તાલુકાની સાપકડા બેઠક ઉપરથી ચૂંટાયેલા ચંદુભાઈ છગનભાઇ સિહોરા, ઉપ પ્રમુખ તરીકે મહેન્દ્રનગર બેઠક ઉપરથી ચૂંટાયેલા જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, કારોબારી ચેરમેન તરીકે શકત શનાળા બેઠક ઉપરથી ચૂંટાયેલ જયંતીભાઈ પડસુમ્બિયા, દંડક તરીકે ત્રાજપર બેઠક ઉપરથી ચૂંટાઈઆવેલા હીરાભાઈ ટમારીયા અને શાસકપક્ષના નેતા તરીકે વાંકાનેર તાલુકાની રાતીદેવળી બેઠક ઉપરથી ચૂંટાઈ આવેલા ઝાહિર અબ્બાસ યુસુફભાઇ સેરસીયા ફાઇનલ હોવાની માહિતી મળી છે.

આ સમાચારને શેર કરો